ધારીના મોઇન પઠાણે વતન પરત ફરી યુક્રેન યુદ્ધની ભયાનકતા વર્ણવી!
અમરેલી : છેલ્લા 11 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ભારત સહિત અનેર દેશના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ભારતના ફસાયેલા વિદ્યાર્થીઓને સહીસલામત ભારત પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન ગંગાથી કેટલાય પરિવારોના દિકરાઓ-દિકરીઓ વતત પરત ફરવામાં સફળ થયા છે.
અમરેલી જિલ્લાના ધારીના મોઈન પઠાણ પર અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતા. જ્યાથી પરત ફર્યા બાદ હવે તેમને તેમના ભયાનક અનુભવને દેશ સમક્ષ વર્ણવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તેઓ 24 તારીખે એક ખાનગી બસ ભાડે કરીટર્નોપિલથી બોર્ડર જવા નિકળ્યા હતા. આ બસે તેમને 42 કિલોમીટર ઉતારી દીધા હતા. બસમાંથી ઉતર્યા બાદ તેઓ પગપાળા નિકળ્યા હતા અને માઈનસ ટેમ્પરેચરમાં તેઓ બોર્ડર સુધી પહોંચ્યા હતા.
બોર્ડર પહોંચ્યા બાદ પણ મોઈન અને એમના સાથીઓની મુશ્કેલી ઓછી થઈ નહોતી. તેઓ ત્યાં 2 દિવસ રોકાયા બાદ અન્ય બોર્ડર જઈ મહામહેનતે પોલેન્ડ પહોંચવામાં સફળતા મળી હતી. પોલેન્ડથી તેઓને ભારત સરકારે સ્વદેશ પરત લાવવામાં મદદ કરી હતી. હવે મોઈને સરકારનો આભાર માન્યો છે અને ઓપરેશન ગંગાને કારણે સ્વદેશ ફરી શક્યા હોવાનું જણાવ્યુ હતું.