શું તમને ખબર છે રંગોળીના કલર ક્યાંથી બનીને આવે છે?. જાણો 14 દાયકાઓ જૂની રંગની પરંપરા
દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, ખુશીઓની શરૂઆત અને ગુજરાતીઓ માટે વર્ષનો છેલ્લો દિવસ. દિવાળીના બીજા જ દિવસે નવું વર્ષ બેસે છે, આ અવસર પર લોકો દીવા પ્રગટાવવાનું અને ઘર આંગણે રંગોળી બનાવવાનું ચૂકતા નથી. આ આપણી પરંપરા અને સંસ્કૃતિ દર્શાવે છે પરંતુ શું રંગોળીના રંગ ક્યાંથી બનીને આવે છે તમને ખબર છે?
જણાવી દઈએ કે જામનગરના હાપ્પામાં દિવાળીની રંગોળીના રંગ બનાવવામાં આવે છે. રાજાશાહી જમાનાથી જ રંગો બનાવવાની અહીંની પરંપરા રહેલી છે. હાપ્પાના બેહરા પરીવાર દર વખતે કલર બનાવતા હોય છે, પરંતુ આ વખતે રંગો બનાવવાના કામ કાજને પણ કોરોાન નળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં જામનગરના કલરની જબરી માંગ છે.

એક બે નહિ, જામનગરમાં 50 જાતના રંગો બને છે અને દેશને ખુણે-ખુણે મોકલવામાં આવે છે. પાછલા આઠ દાશકાથી જામનગરના હાપ્પામાં ચીરોળી વગેરેની મદદથી વેલ્વેટ, ઝાંબલી, લાલ, પીળો, કેસરી, પોપટી વગેરે કલરનું ઉત્પાદન થાય છે.
રંગોળી' કરવાની પ્રથા
એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ હતુ. લોકોએ પોતાના ઘરોની સાફ-સફાઈ કરી, તેમ જ સ્વચ્છ રંગો તથા ફૂલોથી રંગોળી બનાવી હતી અને ઘરને દિવાથી સજાવ્યા હતા. પરિણામે ત્યારથી જ દિવાળી પર રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.
દિવાળી પહેલા દિલ્લી-અમદાવાદ ફ્લાઈટનુ ભાડુ 3000થી વધીને 8000 થયુ