25 ડિસેમ્બરથી ખાનગી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ નહીં રહે હાજર, સેલ્ફ લોકડાઉનની જાહેરાત
અમદાવાદ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જગ્યાએ ઉત્તરાખંડ નર્સિંગ હોમ એક્ટ લાગુ કરવાની માગ સાથે ખાનગી હોસ્પિટલના સંચાલકોએ ફરી એકવાર આંદોલનની જાહેરાત કરી છે. IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ની આગેવાની હેઠળ નર્સિંગ હોમ અને ક્લિનિક ઓપરેટર્સે 25 ડિસેમ્બરથી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાં સેલ્ફ લોકડાઉનની જાહેરાત કરી છે.
IMAના રાજ્ય એકમ દ્વારા દૂનમાં આયોજિત આપાતકાલીન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. IMAએ સરકાર, સરકાર અને આરોગ્ય નિયામક કચેરીને ચેતવણી આપી છે કે, જો મુખ્યમંત્રી 24 ડિસેમ્બર સુધીમાં મંત્રણા માટે બોલાવે નહીં અને હકારાત્મક પગલાં નહીં ભરે તો બીજા દિવસથી હોસ્પિટલ્સને તાળાબંધી કરીને આરોગ્ય સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવશે.
સંગઠનના પ્રદેશ પ્રમુખ ડો. બી. એસ. જજ અને મહામંત્રી ડો. ડી. ડી. ચૌધરીની હાજરીમાં મળેલી રાજ્ય કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં ડૉ. ડી. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ, તેમની સૂચના પર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને બદલે ઉત્તરાખંડ હેલ્થકેર એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ડ્રાફ્ટ આરોગ્ય સચિવ નિતેશ કુમાર ઝાને પણ સોંપવામાં આવ્યો હતો. IMA દ્વારા તૈયાર કરેલો ડ્રાફ્ટ મુખ્યમંત્રીને સોંપવા માટે 15 દિવસનો સમય માંગવામાં આવી રહ્યો છે, પરંતુ મુખ્યમંત્રી સચિવાલય દ્વારા સમય આપવામાં આવી રહ્યો નથી.
આવી સ્થિતિમાં ડોક્ટર્સ અને નર્સિંગ હોમના સંચાલકોની ધીરજ ખૂટવા લાગી છે. ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, જો મુખ્યમંત્રી IMA અધિકારીઓની બેઠક નહીં બોલાવે અને ઉત્તરાખંડ હેલ્થકેર એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે સકારાત્મક પગલાં નહીં ભરે, તો 25 ડિસેમ્બરથી તમામ નર્સિંગ હોમ અને ક્લિનિક ઓપરેટર્સ જાતે જ હોસ્પિટલ્સને તાળા મારી દેશે. આ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને સરકારી હોસ્પિટલ્સમાં મોકલવામાં આવશે.
IMAએ ફરી માગ ઉઠાવી છે કે, હરિયાણાની તર્જ પર, 50 બેડ સુધીની સરકારી હોસ્પિટલ્સને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવે. આ સાથે જ રજિસ્ટ્રેશન ફી પણ ઘટાડવી જોઈએ, પરંતુ સરકાર તેમની માગને નજરઅંદાજ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે તબીબો પાસે જાતે જ હોસ્પિટલ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
બેઠકમાં વક્તાઓએ જણાવ્યું હતું કે, મોટી હોસ્પિટલ્સ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું પાલન કરવું થોડું સરળ છે, પરંતુ નાની હોસ્પિટલ્સ માટે તે મુશ્કેલીજનક છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ હોસ્પિટલ સંચાલકોએ 13 નવેમ્બરથી લોકડાઉનની જાહેરાત કરી હતી. ડોકટર્સ અને હોસ્પિટલ સંચાલકોની સૂચિત હિલચાલને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે IMA અધિકારીઓને વાતચીત માટે બોલાવ્યા હતા.
મુખ્યમંત્રીએ અધિકારીઓને 'ઉત્તરાખંડ હેલ્થકેર એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ'નો ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું હતું, જેથી સરકાર દ્વારા સકારાત્મક પગલાં લઈ શકાય, પરંતુ આજ સુધી આ દિશામાં કોઈ નક્કર પહેલ કરવામાં આવી નથી.
ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજીસના રેસિડેન્ટ ડોકટર્સ 25 ડિસેમ્બરના રોજ હડતાલ ઉપર ઉતરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજીસના રેસિડેન્ટ ડોકટર્સ 29 નવેમ્બરના રોજ NEET-PG કાઉન્સેલિંગને મુલતવી રાખવાના વિરોધમાં એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા, અને દાવો કર્યો હતો કે, એડમિશનમાં વિલંબને કારણે ડોકટર્સની તીવ્ર અછત ઊભી થઈ છે. જેના કારણે જુનિયર ડોકટર્સ પર કામનું ભારણ વધી ગયું છે. આ ઉપરાંત વિવિધ સરકારી અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત મેડિકલ કોલેજીસના સેંકડો પ્રોફેસર્સ અને લેક્ચરર્સે પણ 7મા પગાર પંચની ભલામણો મુજબ બાકી ચૂકવણી સહિતની તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ માટે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
કેન્દ્રએ તાજેતરમાં NEET PG 2021 માટેની કાઉન્સેલિંગને કેટલાક મુદ્દાઓને લઈને આવતા વર્ષે જાન્યુઆરી સુધી અટકાવી દીધી હતી અને તેના વિશે સુપ્રીમ કોર્ટને પણ જાણ કરી હતી. પોસ્ટગ્રેજ્યુએટ (NEET-PG) અભ્યાસક્રમો માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માસ્ટર ઑફ સર્જરી અને ડૉક્ટર ઑફ મેડિસિન જેવા ક્ષેત્રો માટે લેવામાં આવે છે. કાઉન્સેલિંગ એ પ્રવેશ પ્રક્રિયાનો એક ભાગ છે.
સુરતના એક વિરોધ કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે, પોસ્ટ ગ્રેજ્યુએટ્સને મે મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે. હવે, કાઉન્સેલિંગ મોકૂફ રહેવાને કારણે, પીજી વિદ્યાર્થીઓની નવી બેચ આવતા વર્ષે માર્ચમાં આવશે. આમ છેલ્લા એક વર્ષથી ત્રણ બેચને બદલે, માત્ર બે બેચના રેસિડેન્ટ ડોકટર્સ હાજરી આપી રહ્યા છે. આનાથી અમારા કામનું ભારણ વધી ગયું છે".
અન્ય એક મેડિકલ સ્ટુડન્ટે સૂચવ્યું કે, જ્યાં સુધી નવી પીજી બેચ ન આવે ત્યાં સુધી સરકાર મેડિકલ કોલેજીસ સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલ્સમાં બહારના ડોક્ટર્સને નોકરી આપવાનું વિચારે. એક નિવેદનમાં અમદાવાદની BJ મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (JDA) એ દાવો કર્યો હતો કે, NEET-PG કાઉન્સેલિંગને "સતત સ્થગિત" થવાને કારણે દેશની તમામ મેડિકલ કોલેજીસ કર્મચારીઓની તીવ્ર અછતનો સામનો કરી રહી છે.
ઉલ્લેખીય છે કે આ પહેલા 28 નવેમ્બરના રોજ ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન (GMTA) અને રાજ્યની અન્ય ત્રણ સમાન સંસ્થાઓ સાથે સંકળાયેલા સેંકડો પ્રોફેસર્સ અને લેક્ચરર્સ તેમની કેટલીક લાંબા સમયથી પડતર માંગણીઓ પર વિરોધ નોંધાવવા રાજ્યની વિવિધ મેડિકલ કોલેજીસની બહાર એકઠા થયા હતા.
28 નવેમ્બરના રોજ GMTAના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું, અમે હડતાળ પર નથી. અમે અમારા વિરોધના ભાગ રૂપે અમારા હાથ પર કાળી પટ્ટીઓ પહેરીને અમારું કામ ચાલુ રાખીશું. અમારી મુખ્ય માંગણીઓ બાકીની ચૂકવણી, 7મા પગાર પંચની ભલામણો અનુસાર શિક્ષકો માટે ઉચ્ચ નોન-પ્રેક્ટિસિંગ ભથ્થું, મહત્તમ માસિક પગારની મર્યાદા અને પગારમાં વધારો છે."