For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોમિનોઝે ગુજરાતમાં નોનવેજ પિઝા બંધ કર્યા, જાણો કારણ

જો તમે ગુજરાતમાં છો અને નોનવેજ પિઝા ખાવા માંગો છો તો, તમારા માટે ફક્ત એક સ્વપ્ન બનીને રહી જશે.

|
Google Oneindia Gujarati News

જો તમે ગુજરાતમાં છો અને નોનવેજ પિઝા ખાવા માંગો છો તો, તમારા માટે ફક્ત એક સ્વપ્ન બનીને રહી જશે. ફાસ્ટ ફૂડ કંપની ડોમિનોઝે ગુજરાતમાં ફક્ત વેજ પિઝા ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધીરે ધીરે નોનવેજ પિઝા આઉટલેટને વેજ પીઝામાં બદલવાની તૈયારી ચાલી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર કંપનીએ 2 ઓક્ટોબરે આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે દર વર્ષે નવરાત્રી માટે ડોમિનોઝ વેજ પિઝા મેનુ લઈને આવતા હતા પરંતુ આ વખતે તેને ગુજરાતમાં વેજ મેનુ હંમેશા માટે લાગુ કરી દીધું છે.

નોનવેજ પિઝા હવે ઉપલબ્ધ નથી

નોનવેજ પિઝા હવે ઉપલબ્ધ નથી

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ડોમિનોઝે નોનવેજ વસ્તુઓને મેનુમાંથી હટાવી નાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીએ 2 ઓક્ટોબરે આ નિર્ણય લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ડોમિનોઝે ખાસ કરીને એવા લોકો માટે સુવિધામાં બદલાવ કર્યો છે જેઓ ફક્ત વેજ આઉટલેટમાં જમવાનું પસંદ કરે છે.

મેનુમાં તમને કોઈ પણ નોનવેજ પિઝા નહીં મળે

મેનુમાં તમને કોઈ પણ નોનવેજ પિઝા નહીં મળે

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર વડોદરામાં જયારે એક નોનવેજ પીઝાનો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે સામેથી જવાબ આવ્યો કે તેમને નોનવેજ પિઝા આપવાની બંધ કરી દીધું છે. ડોમિનોઝનું માનવું છે કે ગુજરાત એક એવી જગ્યા છે જ્યાં વેજ ખોરાકને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલા માટે તેમને ત્યાં ફક્ત વેજ પિઝા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પરંતુ ઓનલાઇન જઈને જયારે તમે પિઝા મેનુ જોશો ત્યારે તેમને તેમાં કોઈ પણ નોનવેજ પિઝા નહીં જોવા મળે.

ડોમિનોઝ હવે નવા મેનુ કાર્ડ છપાવી રહ્યા છે

ડોમિનોઝ હવે નવા મેનુ કાર્ડ છપાવી રહ્યા છે

જયારે લોકોએ ટ્વિટર પર ડોમિનોઝને ટેગ કરીને સવાલ કર્યા ત્યારે ડોમિનોઝ તરફથી કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો. નોનવેજ પિઝા બંધ થવાથી લોકો સતત ડોમિનોઝને સવાલ પૂછી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડોમિનોઝ હવે આખા ગુજરાત માટે નવા મેનુ કાર્ડ છપાવી રહ્યા છે.

English summary
Domino's Pizza in Gujarat have stopped selling non vegetarian pizzas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X