For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ભાવનગરના વિકાસ માટે વાપર્યા 15.59 કરોડ રૂપિયા

સાંસદ ડૉ. ભારતીબેને ભાવનગરના વિકાસ માટે વાપર્યા 15.59 કરોડ

|
Google Oneindia Gujarati News

ભાવનગરઃ તળાજાથી કોળી નેતા અને સલાહકાર આયુર્વેદિક પ્રેક્ટિસનર ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળે ભાવનગરથી ભાજપની સીટ પરથી લોકસભા ચૂંટણી 2014 જીતી 16મી લોકસભાના સભ્ય બન્યાં. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતાં. ભાવનગર જિલ્લાના તળાજાથી ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણી જીતી તેઓ ધારાસભ્ય બન્યાં હતાં. 54 વર્ષીય સાંસદ ડૉ. ભારતીબેન શિયાળનો જન્મ 23 માર્ચ 1964ના રોજ ભાવનગરમાં થયો હતો. 7 ડિસેમ્બર 1986ના રોજ ભારતીબેનનાં લગ્ન ડૉ. ધીરુભાઈ બી. શિયાળ સાથે થયાં. સંતાન વારસામાં ધીરુભાઈ શિયાળ અને ભારતીબેન શિયાળને બે દીકરી છે. મેડિકલ પ્રેક્ટિશનર ડૉ. ભારતીબેન શિયાળ ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલાં છે. જામનગરની આયુર્વેદ યૂનિવર્સિટીની ગુલાબકુવરબા આયુર્વેદ કોલેજથી ડૉ. ભારતીબેન શિયાળે BAMSનો અભ્યાસ કર્યો હતો.

bharatiben shiyal

જણાવી દઈએ કે ડૉ. ભારતીબેન શિયાળ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રેસિડન્ટ તરીકે બે ટર્મ સુધી ફરજ બજાવી ચૂક્યાં છે. 2012-14 દરમિયાન તેમણે ધારાસભ્ય તરીકે ફરજ બજાવી અને મે 2014માં 16મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટઈ આવ્યાં. 1 સપ્ટેમ્બર 2014ના રોજ તેઓ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પરની સ્ટેન્ડિંગ કમિટીના અને કોલસા મંત્રાલયની સલાહકાર સમિતીના સભ્ય બન્યાં. 19 ડિસેમ્બર 2017ના રોજ ડૉ. ભારતીબેન શિયાળ સેન્ટ્રલ સુપરવાઇઝર બોર્ડનાં સભ્ય બન્યાં. પોતાના મતવિસ્તાર માટે ડૉ. ભારતીબેન શિયાળે 15.59 કરોડ રૂપિયા ભાવનગરના વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. ડૉ. ભારતીબેન શિયાળ દ્વારા 25.08 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 21.67 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 17.5 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાડવવામાં આવ્યા હતા. વ્યાજ ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યો માટે કુલ 19.56 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 15.59 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 3.97 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.

સંસદમાં ડૉ. ભારતીબેન ધીરૂભાઈ શિયાળની કુલ 94 ટકા હાજરી છે. સંસદ સભ્ય બન્યાના પહેલા જ સત્રમાં તેઓએ એક દિવસ પણ ગેરહાજર નહોતાં રહ્યાં. બજેટ સત્ર 2014માં 89 ટકા હાજરી, શિયાળુ સત્ર 2014માં 91 ટકા હાજરી, બજેટ સત્ર 2015માં 97 ટકા, ચોમાસુ સત્ર 2015માં 100 ટકા હાજરી, શિયાળુ સત્ર 2015માં 90 ટકા હાજરી, બજેટ સત્ર 2016ના પહેલા ભાગમાં અને બજેટ સત્ર 2016ના બીજા ભાગમાં 100-100 ટકા હાજરી, ચોમાસું સત્ર 2016માં 100 ટકા હાજરી, શિયાળુ સત્ર 2016માં 95 ટકા હાજરી, બજેટ સત્ર 2017માં 97 ટકા હાજરી, ચોમાસું સત્ર 2017માં 95 ટકા હાજરી, શિયાળુ સત્ર 2017માં 85 ટકા હાજરી, બજેટ સત્ર 2017માં 97 ટકા હાજરી, ચોમાસું સત્ર 2017માં 95 ટકા હાજરી, શિયાળુ સત્ર 2017માં 85 ટકા હાજરી, બજેટ સત્ર 2018માં 86 ટકા હાજરી, ચોમાસું સત્ર 2018માં 100 ટકા હાજરી, શિયાળુ સત્ર 2018માં 75 અને શિયાળુ સત્ર 2018માં 78 ટકા હાજરી હતી. જણાવી દઈએ કે ભારતીબેને પોતાની પહેલી ટર્મમાં કુલ 33 ડિબેટમાં ભાગ લીધો હતો અને આ કુલ 177 લેખિક અને મૌખિક સવાલોના જવાબ આપ્યા હતા.

આ પણ વાંચો- આ પણ વાંચો- મોદી સરકારનો મોટો નિર્ણય, સવર્ણોને 10 ટકા અનામતનું એલાન

English summary
dr bharatiben shiyal spent 15.59 crore rupee for development work of bhavanagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X