• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં 'કમલમ'ના નામે ઓળખાશેઃ વિજય રૂપાણીનું એલાન

|

દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામે પ્રચલિત ફળ હવે ગુજરાતમાં કમલક ફ્રૂટના નામે ઓળખાશે. ગુજરાત સરકારનું કહેવું છે કે કોઈ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ કરવો ઠીક નથી લાગી રહ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પર રાખવામાં આવે છે.

ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં કમલમ નામે ઓળખાશે. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતના કચ્છ અને દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. અહીં વિશાળ માત્રામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. સરકારનું માનવું છે કે કોઈપણ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ.

આ કારણે જ સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ હવે કમલમ કરી દીધું છે. લાલ અને ગુલાબી રંગના આ ફળને હવે ગુજરાતમાં કમલમ નામ આપવામાં આવ્યું છે. દિલચસ્પ વાત છે કે ગુજરાતમાં ભાજપની ઑફિસનું નામ પણ કમલમ છે.

ગુજરાત વન વિભાગ દ્વારા ઈન્ડિયન કાઉંસિલ ઑફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા માટે એક અરજી મોકલવામાં આવી છે. આ ફળ કમળ જેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂતો તેને કમળ તરીકે ઓળખી રહ્યા છે, માટે રાજ્ય સરકાર દ્વારા તેને કમલમ નામ આપવાની દરખાસ્ત આપવામાં આવી છે.

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે ભૂમિ- પૂજન

પીએમ નરેન્દ્ર મોદીએ 26 જુલાઈ 2020માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં આ ફળનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાનો ફેસલો લીધો છે, કેમ કે ફળનો બાહરી આકાર કમળ જેવો હોય ચે, માટે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામાં આવશે.

English summary
Dragon fruit will now be known as 'Kamalam' in Gujarat: Vijay Rupani's announcement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X