
ગાંધીનગર આવી પહોંચેલી ડ્રેગન લેડીઝનો સંદેશ : સૌને માટે સ્વચ્છ પાણી
ગાંધીનગર, 5 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાઇનીઝ ડ્રેગનના ચીતરણવાળી એક રિક્ષા સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રિક્ષામાં ત્રણ મહિલાઓ છે અને સૌને અચરજ એ બાબતનું થાય છે કે આ મહિલાઓ જ રિક્ષા ચલાવી રહી છે. ત્રણ વિદેશી મહિલાઓ ગાંધીનગરમાં રિક્ષા ચલાવીને શું કરી રહી છે એ જાણવાની ઉત્સુકતા સૌને છે. તમને જણાવી દઇએ કે આ મહિલાઓ માત્ર ગાંધીનગર નહીં પણ ભારતના વિવિધ રાજ્યોના લોકોને આવા જ આશ્ચર્યમાં મૂક્યા છે અને મૂકવાની છે.
આ ત્રણ વિદેશી મહિલાઓના નામ છે જેનિફર મોરિસ, જેન ઇલિયોટ અને મોઇરા શૉ. તેઓ એક સંદેશો આપી રહી છે. ત્રણે મહિલાઓ ભારતના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બને તે માટે ભારતભ્રમણ કરવા નીકળી છે. તેઓનું ટાર્ગેટ છે કે 3,000 પાઉન્ડનું ફંડ એકત્ર કરી એ નાણા ભારતમાં પીવાના શુદ્ધ પાણીને ઉપલબ્ધ કરાવતા પ્રોજેક્ટ પાછળ ખર્ચવા.
ફ્રાન્ક વોટર પ્રોજેક્ટ્સ સાથે મળીને તેઓએ 1 જાન્યુઆરી, 2013થી રાજસ્થાનના જૈસલમેરથી ભારતભ્રમણ શરૂ કર્યું છે. તેઓ 14 જાન્યુઆરી, 2013ના રોજ કેરળના કોચીન ખાતે પહોંચીને પોતાનું ભ્રમણ સમાપ્ત કરવા ઇચ્છી રહી છે. આ માટે તેમણે ખાસ રિક્ષા પણ ચીતરાવી છે.
તેમણે પોતાની શુભ હેતુક યાત્રાને 'ડ્રેગન લેડીઝ રિક્શા રન' નામ આપ્યું છે. આ યાત્રામાં અત્યાર સુધીમાં તેમણે 3,343.16 પાઉન્ડનું ફંડ એકત્ર કરી લીધું છે જે તેમના ટાર્ગેટ કરતા વધી ગયું છે. તેમની યાત્રા જુઓ તસવીરોમાં...

ડ્રેગન લેડીઝ રિક્શા રન
રન શરૂ કરવા માટે રાજસ્થાનના જૈસલમેર પહોંચી છે.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
જૈસલમેરમાં 145સીસીની 19,000 કિલોમીટર ચાલેલી રિક્ષા તેઓ ભાડે લે છે.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
ડ્રેગન લેડીઝ રિક્શા રન મિશન માટે રિક્ષાને ચીતરાવે છે.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
તેમની ઇચ્છા મુજબ રિક્ષા ચિતરાઇ ગઇ છે અને તૈયાર થઇ ગઇ છે.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
ભારતમાં પીવાના શુદ્ધ પાણીનો સંદેશો લઇને તેઓ નીકળ્યાં છે.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
જૈસલમેરથી તેઓ ગુજરાત આવ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરની તેમણે મુલાકાત લીધી.

ડ્રેગન લેડીઝ રિક્શા રન
ત્રણે મહિલાઓ જાતે રિક્ષા ચલાવે છે. તેમની જૈસલમેરથી કોચીન સુધીની સફરમાં તેઓ કોઇની મદદ લેવાની નથી.