લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી 500 કરોડનો ડ્રગ્સ, દારૂ અને રોકડ રકમ જપ્ત
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક હોય રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમની હેરાફેરીમાં હરણફાળ વધારો નોંધાયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરેક ચૂંટણીઓ વખતે કરોડોની કિંમતના દારૂની ગુજરામાં વહેંચણી થાય છે, 31 માર્ચ સુધીમાં દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ અને સોનુ-ચાંદી મળી કુલ 509.62 કરોડ રૂપિયાની કિંમતનો માલ જપ્ત કરાયો છે. આ મામલે દેશભરમાં ગુજરાત સૌથી આગળ છે.
જણાવી દઈએ કે દેશભરમાં ઝડપાયેલ માલ મત્તાનો 42 ટકા જેટલો સામાન માત્ર ગુજરાતમાંથી જ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી કુલ 1374.73 કરોડ રૂપિયાની કિંમતો માલ સામન ઝડપાયો છે. હજુ ચૂંટણીને 22 દિવસનો સમય હોય વધુ દારૂ-ડ્ર્ગ્સ અને રૂપિયા પકડાય તવી શક્યતા છે.
31 માર્ચ સુધીમાં ગુજરાતમાંથી કુલ 3.38 કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપાયી છે, ઉપરાંત 2.22 લાખ લીટર દારૂ ઝડપાયો છે જેની કિંમત અંદાજે 6.24 કરોડ રૂપિયા થાય છે. એટલું જ નહિં ગુજરામાંથી 100 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે જેની કુલ કિંમત 500 કરોડ જેવી છે. સોના-ચાંદીની ગુજરાતમાંથી કોઈ વસ્તુ ઝડપાયી નથી પણ ડ્રગ્સ, દારૂ અને રોકડ મળીને ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ 509.62 કરોડ રૂપિયાનો માલસામાન ઝડપાયો છે. ગુજરાત પછી આ મામલે તમિલનાડુનો નંબર બીજો આવે છે. તમિલનાડુમાંથી 91 કરોડની રોકડ રકમ, 18 લાખનો દારૂ, 22 લાખનું ડ્રગ્સ અને 88 કરોડનું સોના-ચાંદી તથા 5.7 કરોડની અન્ય ફેબ્રિક આઈટમ મળી કુલ 185 કરોડની મત્તા ઝડપાયી છે. જણાવી દઈએ કે ઈલેક્શન કમિશન તરફથી આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક