For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકાના સમુદ્રમાં યોજાઈ સઢવાળી હોડીની સ્પર્ધા

દ્વારકા જિલ્લામાં ઘૂઘવતા આરબી સમુદ્રમાં ઓખા ખાતે આજે ગુરુવારે સઢવાળી હોડીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 39 જેટલા હોડી સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની દરિયાઈ તાકાતને આજમાવી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આમ તો બાળકો આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સઢવાળી હોડી બનાવતા હોય છે પરંતુ દ્વારકા જિલ્લામાં નાવિકોએ સઢવાળી હોડીઓની સ્પર્ધા યોજી હતી. યાંત્રિક મશીન નહીં પરંતુ માત્ર પવનના વેગના આધારે સઢ ફેરવીને દરિયો ખૂંદવો એ પણ એક કળા છે ત્યારે દ્વારકામાં સહેલાણીઓ તેમજ સ્થાનિકોએ આ સ્પર્ધા જોવાની મજા મળી હતી.

દ્વારકા જિલ્લામાં ઘૂઘવતા આરબી સમુદ્રમાં ઓખા ખાતે આજે ગુરુવારે સઢવાળી હોડીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 39 જેટલા હોડી સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની દરિયાઈ તાકાતને આજમાવી હતી. કાંડાની તાકાત ઉપરાંત સાહસ અને કૌશલ્યના પરખસમી આ સ્પર્ધા નિહાળવા ભીડ જામી હતી.

Dwarka Boat Competition

સાગર ખેડુ યુવાનોને પ્રોત્સાહિત કરવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા વહીવટતંત્ર દ્વારા 39 મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધા- 2018 નું આયોજન ઓખાની દામજી જેટીથી કરવામાં આવ્યું હતું. યાત્રાધામ બેટ દ્વારકાની ફરતે 36 કીલોમીટર સુધીની સઢવાળી હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી. યાંત્રિક મશીન વગર માત્ર સઢના સહારે દરિયામાં માત્ર પવનની દિશાએ હલેશા મારી હોડી ચલાવવાની આ સ્પર્ધા માં 39 જેટલી હોડીઓમા 117 જેટલા સ્પર્ધક માછીમાર ભાઇઓ એ ભાગ લીધો હતો.

એક હોડી ચલાવવા 3 સ્પર્ધકો હોડીમા હોય છે અને પવન ની દિશા મુજબ બેટ દ્વારકા ને ફરતી ચક્કર લગાવી 36 કિમી દરિયો ખેડી પરત આવવાની આ સ્પર્ધા જોવા અને પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્ર, કોસ્ટ ગાર્ડ, નેવી જેવી દરિયાઈ એજન્સીઓના ઓફિસરો આ તકે હાજર રહ્યા હતા. સવારે શરૂ થયેલ હોડી સ્પર્ધકોને આઠ કલાક જેટલો સમય સ્પર્ધા પૂર્ણ કરવા લાગ્તો હોય છે.

Dwarka Boat Competition

સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાને ઇનામ, સર્ટિફિકે તથા શિલ્ડ આપવામાં આવ્યા હતા. બાકીના સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સુરક્ષા માટે સ્પર્ધા દરમિયાન રેસ્કયુ ટીમતરીકે કોસ્ટ ગાર્ડનું ઓવર ક્રાફટ તથા ફાયર રેસ્ક્યું ટીમ પણ તેનાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સમગ્ર જવાબદારી રમતગમત અધિકારી ભાવેશ રાવલીયાએ નિભાવી હતી.

English summary
Dwarka Boat Competition. Total 39 boat riders take part in this Competition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X