ગુજરાતઃ પૂરથી પાક બરબાદ, ખેડૂતોએ ખેતરોમાં ભરેલા પાણીમાં તરી સરકારનો વિરોધ કર્યો
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં સતત વરસી રહેલ વરસાદ હવે ઘણી જગ્યાએ ખેડૂતો માટે આફત બની રહ્યો છે. ગુજરાતના દ્વારકાના રાવલ ગામમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીના કારણે પાક બરબાદ થઈ ગયો છે. પૂરનુ પાણી ખેતરોમાં એટલુ વધી ગયુ છે કે ખેડૂતો અલગ રીતે રોષ પ્રગટ કરી રહ્યા છે. ઘણા ખેડૂતો આના માટે સરકારી મેનેજમેન્ટનો દોષ આપી રહ્યા છે. સરકાર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવા માટે ખેડૂતોએ પૂરના પાણીમાં ડૂબીને સ્વીમિંગની સ્પર્ધાનુ આયોજન કર્યુ હતુ.

ખેડૂતોને મળી લૉલીપૉપ
તરણ સ્પર્ધામાં જીતનાર ખેડૂતોને 'લૉલીપૉપ'નુ ઈનામ આપવામાં આવ્યુ. જેના કારણે આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. હવે ઈન્ટરનેટ પર લોકો આ લૉલીપૉપનો ખૂબ ઉલ્લેખ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યુ કે ખેડૂતોના હાથોમાં હવે લૉલીપૉપ છે કારણકે તેમનો પાક બદબાદ થઈ ચૂક્યો છે અને મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

રાજ્ય સરકાર પાસે વળતરની માંગ
ઘણા ખેડૂતોએ જણાવ્યુ કે દ્વારકા જિલ્લાના ડઝનેક ગામો છેલ્લા દોઢ મહિનાથી પૂરનો સામનો કરી રહ્યા છે અને પાક ચોપટ થઈ ચૂક્યા છે. અતિ ભારે વરસાદ અને નહેર-નાળા છલકાવાના કારણે ખેતરોમાંથી પાણી નથી ઉતરી રહ્યુ. જેના કારણે રાજ્ય સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે પરંતુ વળતરની ઘોષણાની વાત તો દૂર અધિકારી નિરીક્ષણ કરવા માટે પણ નથી આવ્યા.

આ રીતે સૌનુ ધ્યાન ખેંચ્યુ
વળતર સમયે મળવાની સંભાવના પણ નથી દેખાઈ રહી. જેના કારણે આવો વિરોધ કરીને સરકારનુ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલે જ ગુજરાતના મુખ્યમં6ી રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઈ છે. જેમાં ખેડૂતોને થયેલ નુકશાન વિશે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી. સરકાર તરફતી આગામી 15 દિવસમાં અતિવૃષ્ટિથી થયેલ નુકશાનનો સર્વે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ 33 ટકાથી વધુ નુકશાન ઉઠાવનાર ખેડૂતોને વળતર આપવાની ઘોષણા પણ કરવામાં આવી છે. જો કે આ વાતથી ખેડૂતોમાં કોઈ ખાસ ખુશી નથી દેખાઈ રહી અને ખેડૂતો આને ચૂંટણી ઘોષણા ગણાવી રહ્યા છે.
ગુજરાતઃ BJP પ્રદેશ અધ્યક્ષ સોશિયલ ડિસ્ટંસીંગની ધજિયા ઉડાવી હજારો લોકો સાથે અંબાજી પહોંચ્યા