For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ

દ્વારકામાં વુદ્ધો અને દિવ્યાંગો માટે ફ્રી ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ કામગીરી વિષે વધુ જાણો અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

દ્વારકામાં દિવ્યાંગ તથા વડીલ પ્રવાસીઓ માટે ઇ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાને કારણે યાત્રાધામનું વાતાવરણ પણ સ્વચ્છ રહે તે હેતુ સાથે ઇ રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાનો પ્રારંભ ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાવવામાં આવ્યો છે. અને આ નિર્ણયને પગલે પાલિકાઓ 10 ઇ રિક્ષાઓ ફાળવી છે જે કાર્યરત થઈ ચૂકી છે. મંદિર પરિસરથી મંદર ધણું દૂર છે ત્યારે ખાસ કરીને વૃદ્ધો, અશક્તો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

Gujarat

જગત મંદિર સુધી પહોંચવા વૃદ્ધો અને દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇ રિક્ષાનો પ્રારંભ નગર પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ સુવિધા સચવાઈ રહે તેની જવાબદારી હાલ દ્વારકા નગરપાલિકાના શીરે રાખવામાં આવી છે. આ રિક્ષાઓ દ્વારકા જતા જગત મંદિરના માર્ગ પરથી દિવ્યાંગ, અશક્ત તેમજ વૃદ્ધોને છેક જગત મંદિર સુધી પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસન ક્ષેત્રે પણ વધુ પ્રવાસીઓ લાભ લઈ શકે છે. અને પ્રવાસનને પણ વેગ મળશે આ સેવા હાલમાં વિનામૂલ્ય જ ચાલી રહી છે. અન તેને વધુ અસરકારક કેવી રીતે બનાવવી તે અંગે પાલિકાની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

English summary
Dwarka : Special E-rickshaw started for free to help out elderly at temple. Read more about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X