For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણને કારણે દ્વારકાધીશ મંદિર અને બહુચરાજી મંદિર આ તારીખ સુધી બંધ રહેશે

શ્રી દ્વારકાધીશ મંદિર 'પૂર્ણિમા' ના કારણે વધુ ભીડ ટાળવા માટે 17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે, મંદિરના અધિકારીઓએ રવિવારના રોજ આ અંગે માહિતી આપી હતી.

|
Google Oneindia Gujarati News

હાલ રાજ્યમાં કોવિડ 19 કેસમાં ભયાનક વધારો થયો છે. જે કારણે કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં આવેલું દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણનું વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર 'પૂર્ણિમા' ના કારણે વધુ ભીડ ટાળવા માટે 17 થી 23 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે, મંદિરના અધિકારીઓએ રવિવારના રોજ આ અંગે માહિતી આપી હતી.

Dwarkadhish Temple

યાત્રાધામ પર પૂનમના દિવસે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

કોરોના સંક્રમણ અને પૂર્ણિમાના મહિમાને કારણે એકઠી થતી ભીડને ધ્યાનમાં રાખીને બહુચરાજી મંદિર 22 તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જીલ્લામાં આવેલા યાત્રાધામ પર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. જે કારણે 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાને કાબૂ કરવા અને ભક્તોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય કર્યો

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં વધતા કોરોનાને કેસનો ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 જાન્યુઆરી સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં વધતા કોરોનાને કાબૂ કરવા અને ભક્તોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

અંબાજી મંદિર સાથે સાથે ગબ્બર પણ ભક્તો માટે બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર સાથે સાથે ગબ્બર પણ ભક્તો માટે બંધ રહેશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સાથે સાથે 17 જાન્યુઆરીએ યોજાનારો પોષ મહિનાનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો છે. વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરોને પણ 15 જાન્યુઆરીથી 2022થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. બીજી તરફ ભક્તો અંબાજીની આરતીના દર્શન ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકશે.

કોરોના સંક્રમણમાં વધારાને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી

ગુજરાત સરકારે તાજેતરમાં કોરોના સંક્રમણમાં વધારાને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં ખુલ્લી જગ્યાઓમાં 150 વ્યક્તિઓની હાજરીની મર્યાદા અને 150 વ્યક્તિઓથી વધુ ન હોય તેવી બંધ જગ્યા સ્થળની ક્ષમતાના 50 ટકાનો સમાવેશ થાય છે.

મંદિરના અધિકારીઓએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, કોવિડ 19 કેસમાં વધારા વચ્ચે, ગુજરાતના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણનું પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર 'પૂર્ણિમા' ના કારણે વધુ ભીડ ટાળવા માટે 17 થી 22 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે.

English summary
Dwarkadhish Temple and Bahucharaji Temple will remain closed till this date due to the transition of corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X