For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની ધરા ધ્રુજી, અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છમાં ભૂકંપ

ગુજરાતની ધરા ધ્રુજી, અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છમાં ભૂકંપ

|
Google Oneindia Gujarati News

રવિવારે સાંજે ગુજરાતના રાજકોટ જિલ્લામાં 8.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. અમદાવદ, જામનગર સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપ અુભવાયો છે. આ ભૂકંપને પગલે કોઈ જાનહાની કે પ્રોપર્ટીને નુકસાનના અહેવાલ નથી મળ્યા.

earthquake in gujarat

માહિતી મુજબ સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટથી ઉત્તર- ઉત્તર પશ્ચિમ (NNW) 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને 5.8ની તીવ્રતા નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં દિલ્હીમાં કેટલીયવાર ભૂકંપ આવી ચૂક્યો છે. 3 જૂનના રોજ પણ નોઇડામાં 3.2ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

માત્ર અમદાવાદ, રાજકોટ અને જામનગર જ નહિ બલકે કચ્છમાં પણ આજે સાંજે 8.12 વાગ્યે 5.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીને પગલે આખા દેશમાં લૉકડાઉન 5 ચાલી રહ્યું છે, લોકો પોતાના ઘરેથી બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે ત્યારે ભૂકંપના આંચકા આવતાં નાગરિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી પણ નાગરિકોએ પોતાના અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરવા શરૂ કરી દીધા હતા.

ભૂકંપ કઇ રીતે આવે?

ધરતીની અંદર જ્યારે પ્લેટ્સ અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઇ જગ્યાએ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેના કારણે ત્યાં ફૉલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખુણા ફેરવાય જાય છે, આ સપાટીના ખુણા પલટાતાં ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદરની એનરજી બહારનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને તેને આપણે ભૂકંપ માનીએ છીએ.

ગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

English summary
earthquake hit several parts of gujarat including ahmedabad, rajkot, jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X