For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે?

શું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે?

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે આગામી 19મી જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર મતદાન યોજાનાર છે. સફળ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણી પંચ સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે જેથી કરીને સંક્રમિત ધારાસભ્યોને મતદાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે. ચૂંટણી પંચ આ મામલે અલગ વ્યવસ્થા કરી શકે છે, જેથી કરીને અન્ય ધારાસભ્યોનું સ્વાસ્થ્ય કે જીવન ના જોખમાય.

કોરોનાના કહેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી

કોરોનાના કહેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે આગામી 19મી જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર મતદાન યોજાનાર છે. સફળ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણી પંચ સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે જેથી કરીને સંક્રમિત ધારાસભ્યોને મતદાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે.

આવી રીતે મતદાન થઈ શકે

આવી રીતે મતદાન થઈ શકે

ભાજપના 3 ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થતાં મતદાન દરમિયાન ચૂંટણી અધિકારીઓને પીપીઈ કીટથી સજ્જ કરવાની સંભાવનાઓ પણ ચૂંટણી પંચ તલાસી રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ સહિત દેશભરની કુલ 18 સીટ પર 26મી માર્ચના રોજ ચૂંટણી થનાર હતી પણ કોરોના વાયરસ મહામારીને કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.

ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત

ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત

અમદાવાદ ભાજપના પ્રેસિડેન્ટ અને નિકોલથી ધારાસભ્ય જગ્દીશ વિશ્વકર્મા અને નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ 19 હોસ્પિટલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ બંનેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ ઉપરાંત આજે વધુ એક ભાજપના ધારાસભ્ય સંક્રમિત થયા છે, વેજલપુરથી ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

મંજૂરી મળે તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય

મંજૂરી મળે તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય

ત્યારે જો આ સંક્રમિત ધારાસભ્યો જ આગામી દિવસોમાં ડિસ્ટાર્જ થઈ જાય ચે તો પણ નવા સ્વાસ્થ્ય પ્રોટોકોલ પ્રમાણે તેમણે 7 દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, એવી સમજૂતી પણ પ્રવર્તી રહી છે કે ત્યારે આવા ધારાસભ્યોને જો મતદાન કરવાની મંજૂરી આપી દેવામાં આવે તો અન્ય લોકોના પણ સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે.

ચૂંટણીમાં માત્ર 16 દિવસ બાકી

ચૂંટણીમાં માત્ર 16 દિવસ બાકી

હવે ચૂંટણીને માત્ર 16 દિવસો જ સમય બાકી છે ત્યારે પોલિટિકલ સર્કલમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેમને મતદાન કરવાની છૂટ મળશે કે નહિ, ભાજપમાં આવી ચર્ચા ખાસ થઈ રહી છે કેમ કે પોસ્ટલ બેલેટન સમય વીતી ગયો છે અને રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્ય શારીરિક રીતે હાજર ના રહી શકે તો તેવી પરિસ્થિતિમા પ્રોક્સી મતદાન જેવી કોઈ વ્યવસ્થા નથી.

ચૂંટણી અધિકારીએ કહ્યું કે...

ચૂંટણી અધિકારીએ કહ્યું કે...

ચીફ ઈલેક્ટોરલ ઑફિસર ડૉ. મુરલી ક્રિશ્નાએ કહ્યું કે, "કોવિડ 19 સ્થિતિને જોતા અમે અલગ વ્યવસ્થા કરી શકાય તે માટે સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છીએ. અમે આરોગ્ય વિભાગના થર્મલ ગન સાથે આરોગ્ય વિભાગના સ્ટાફની નિયુક્તિનું વિચારી રહ્યા છીએ અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેવી કિસ્સામાં અલગ એન્ટ્રી લગાવીશું. જો કે ECI તરફથી જાહેર થનાર ગાઇડાઇનનો ઈંતેજાર કરી રહ્યા હોવાથી અમે હજી સુધી કંઈપણ અંતિમ સ્વરૂપ આપ્યું નથી."

રાજ્યસભાની સીટ જીતવા કેટલા મત જોઈએ?

રાજ્યસભાની સીટ જીતવા કેટલા મત જોઈએ?

ભાજપ પાસે હાલ 103 ધારાસભ્યો છે, ત્રણ સીટ જીતવા માટે ભાજપને કુલ 106 વોટની જરૂરત છે. ત્યારે બાકી રહેતા આ ત્રણ વોટમાંથી એક વોટ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનો મળી શકે છે કેમ કે અગાઉ તેમણે ભાજપને સમર્થન આપેલું હતું. જ્યારે કોંગ્રેસ પાસે હાલ કુલ 66 સીટ છે અને ચોક્કસ જીત માટે કોંગ્રેસે 71 વોટની જરૂરત છે.

કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સકોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ

English summary
ec and health department likely to make separate arrangement for covid positive MLA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X