For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂબંધી પર પોલીસ કડક: બુટલેગરોની સંપત્તિ ટાંચમાં લેવા પોલીસ વડાનો આદેશ

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા મોટા બુટલેગરો પર હવે કાનુની સકંજો મજબુત બન્યો છે. આ રીતે બેફામ દારૂની હેરફેર કરનાર બુટલેગરોની સંપત્તિ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ટાંચમાં લેશે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા મોટા બુટલેગરો પર હવે કાનુની સકંજો મજબુત બન્યો છે. આ રીતે બેફામ દારૂની હેરફેર કરનાર બુટલેગરોની સંપત્તિ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ટાંચમાં લેશે. બુટલેગરો વિરુદ્ધ ધી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઈડીને પત્ર લખ્યો છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ વડાને આ નિર્ણયની જાણ કરતો પત્ર પાઠવ્યો છે.

20 લાખ કે તેથી વધુની કિંમતનો દારૂ પકડાય તો તેવા તેની તપાસ જિલ્લાઓમાં રેન્જ વડા જ્યારે શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર સમકક્ષ અધિકારીની નિગરાનીમાં કરવાની રહે છે. આ પ્રકારના કેસમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ લાગે તો પીએમએલએના કાયદાનો ઉપયોગ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યો છે. દારૂનો મોટો જથ્થો પકડાય ત્યારે આરોપી અને તેની ગેંગના બીજા બુટલેગરોના નામ એફઆઈઆર અને ચાર્જશીટમાં આવે તેની ખાસ તકેદારી રાખવા તમામ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. દારૂના કેસમાં તોડબાજી અટકે અને સખ્ત કાર્યવાહી થાય તેને ધ્યાને રાખી રાજ્ય પોલીસ વડાએ આ નિર્ણય કર્યો છે.

શિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું

શિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું

દારૃની કમાણીમાંથી ઊભી કરેલી સંપત્તિ બનાવી હોય તો કાયદા અંતર્ગત કામગીરી કરવાની રહેશે. ગુજરાતમાં પરપ્રાંતમાંથી રોજબરોજ કરોડો રૂપિયાનો દારૂ કેટલાક પોલીસ કર્મીઓની મીલિભગતથી ઘુસાડવામાં આવે છે. આ દારૂની ગેરકાયદે થતી હેરાફેરી રોકવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું છે.

અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસેડાય

અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસેડાય

ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિવ-દમણ તેમજ હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોથી કરોડોનો દારૂ દિન દહાડે ઠલવાતો હોય છે. આ પ્રકારે ઉપરના સેટીંગના આધારે દારૂની હેરાફેરી કરનાર સામે કાર્યવાહી કરવાની કે, તે દારૂ પકડવાની કોઈ અધિકારી કે પોલીસ હિંમત કરી શકતા નહોતા. કારણ કે, ઉપરથી કરોડોનો વહીવટ થતો હતો ત્યારે, નવા ડીજીપી શિવાનંદ ઝાએ દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે બુટલેગરોની સંપત્તિ જ જપ્ત કરવા સુધીના અને કોઈપણ બુટલેગરને નહી બક્ષવા કડક આદેશ આપ્યા છે.

ચૂંટણીમાં દારૂની ધૂમ વહેંચણી

ચૂંટણીમાં દારૂની ધૂમ વહેંચણી

ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે. ગુજરાતની ઓળખ ડ્રાય સ્ટેટ તરીકે થાય છે. પરંતું, રાજ્યનો કોઇ ખુણો કે શહેર બાકી નહી હોય કે, જ્યાં આસાનીથી દારૂ ન મળતો હોય. પાડોશી રાજ્યોમાંથી ધૂમ દારૂ ઘુસેડવામાં આવે છે. જેમાં, સ્થાનિક પોલીસ અધિકારીઓની પણ મીલીભગત ઘણી વખત બહાર આવતી હોય છે. ત્યારે, આ દારૂનો જથ્થો શું ગુજરાત આવતો અટકી શકશે. જે દારૂ વગર રાજ્યની ચૂંટણીઓ શક્ય નથી. ત્યાં શું દારૂની હેરફેર કરતાં મળતિયા બુટલેગરો સામે પગલાં ભરી શકશે કે કેમ તે જોવું રહ્યું.

English summary
DGP of gujarat order to ED and police officers for distrain properties of bootleggers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X