અમદાવાદ સમેત દેશભરમાં 100 જગ્યાએ EDના દરોડા
કાળાનાણાં ને લઇને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ દેશભરમાં 100 જગ્યા પર દરોડો પાડ્યા છે. અમદાવાદ સમતે દેશભરના 16 રાજ્યાના 100 જેટલી જગ્યાઓ પર દરોડો પાડીને તપાસ કરવામાં આવી રહી છે. પીટીઆઇની ખબર મુજબ ઇડી ના અધિકારીઓ દ્વારા 300 જેટલી બનાવટી કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. ન્યૂજ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ ઇડીએ વિશ્વજ્યોતિ રીયલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કેટલીક કંપનીઓની 3.04 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ તમામ કંપનીઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોટબંધી પછી કાળું નાણાને સફેદ કરવા માટે નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી. ઇડીના અધિકારીઓને શંકા છે કે આ કંપનીઓ દ્વારા વિદેશ પણ પૈસા મોકલવામાં આવ્યા હતા. ઇડીની કાર્યવાહીમાં 16 રાજ્યોના કોલકત્તા, દિલ્હી, બેંગલુરુ, ચંદીગઢ, પટના, હૈદરાબાદ, ચેન્નઇ, કોચ્ચી જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. અને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.