For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી શાળાઓના ફી નિર્ધારણનો અમલ ચાલુ સત્રથી જ થશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ શાળાઓની ફી અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, દરેક વાલી અને શાળાઓએ ખાસ વાંચવા આ સમાચાર.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર ખાતે ખાનગી શાળા ફી નિર્ધારણ મામલે બેઠક મળી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે સરકાર, આ નિર્ણયમાં પીછેહટ કરવાની નથી, ફી નિર્ધારણ બીલ રાજયપાલ પાસે છે. અને થોડા દિવસોમાં સહી થઇને આવશે, નિવૃત્ત જસ્ટીસના સ્થાનિક કક્ષાએ નામ મંગાવી દેવામાં આવ્યા છે.

bhupendra

શિક્ષણ પ્રધાને વાલીઓ ને આડે હાથ લીધા હતા. સાથે - સાથે અપીલ પણ કરી તેમને જણાવ્યું હતું કે વાલીઓમાં નેતા બનવાની હોડ ચાલી છે. શિક્ષણ એ મંદિર છે તે કોઇ સંઘર્ષ કે નેતા બનવાનુ પ્લેટફોર્મ નથી, વાલીઓએ પ્રથમ ત્રિમાસિકની જ ફી ભરવાની રહેશે. વધારે ફી લેનાર સંચાલકોને ફી પાછી આપવી પડશે અથવા સરભર કરવી પડશે, સંચાલકો પણ ત્રિમાસિકથી વધારે ફી ન લે તે માટે જણાવ્યું હતું. સાથે જ સંચાલકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. વધુમાં વર્ષે 2018 થી ધોરણ 9 અને 11 માં એન.સી.ઇ આર.ટી નો અભ્યાસક્રમ સમગ્ર રાજ્યમાં લાગુ કરવાં માં આવશે. રાજ્યની 100 સ્કૂલોમાં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ટેબ્લેટ આપવામાં આવશે.

Read aslo : સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરની હડતાળ સમેટાઈ Read aslo : સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરની હડતાળ સમેટાઈ

શિક્ષણ સચિવ જણાવ્યું હતું કે જે શાળા ઓ વધારે ફી લેશે તો તેને વાલીને લીધેલી ફી ડબલ કરીને વાલીને પરત કરવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. સરકારે બનાવેલી કમિટિને ફી નિર્ધારણ સાથે દંડની પણ સત્તા આપવામાં આવી છે. સ્કૂલોને ફી વધારો કરવો હશે તો ફી નિર્ધારણ કમિટિ પાસે ફરજીયાત આવું પડશે.

English summary
Education Minister Bhupendra Chudasama react on School fee issue. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X