For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આચારસંહિતા લાગુ છતાં 650 કરોડના વીજળી બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર

650 કરોડનાં બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં રચાયેલ કૉંગ્રેસની સરકારોએ શાસન ધુરા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે. ત્યારે, ગુજરાતમાં રાજ્ય સરકારે તત્કાલ અસરથી વીજ ચોરીની રકમ માફ કરી છે. જસદણ પેટાચૂંટણીના જાહેર પ્રચારનાં અંત પહેલાં 6.22 લાખ વીજ ગ્રાહકોના બાકી નીકળતા રૂપિયા 650 કરોડનાં બીલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત રાજ્ય સરકારે ઘર વપરાશ, કોમર્શિયલ તેમજ ખેતીવાડી વીજ જોડાણોમાં રૂપિયા 500 ભરવાથી બાકી રકમ અને વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરકાર પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. વર્તમાનમાં જસદણમાં પેટા ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પડેલું હોવાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ છે. એવામાં સરકાર મતદારોને રીઝવી શકે તેવી કોઇ જાહેરાત કરી શકે નહિં.

650 કરોડની રકમ સરકારે કરી માફ

650 કરોડની રકમ સરકારે કરી માફ

રાજ્ય સરકારે શરૂ કરેલી આ યોજનાનો અમલ 19 ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના અંદાજે 6.22 લાખ વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતા રૂપિયા ૬૨૫ કરોડ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માફી યોજનામાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે વીજ ચોરીના કેસ ઉપરાંત જે ગ્રાહકો આર્થિક પરિસ્‍થિતિના કારણે વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા હોય કે કપાઇ ગયા હોય તેવા તમામ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે. જયારે કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય

આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય

ખરેખર તો રાજ્ય સરકારે પેટા ચૂંટણી દરમિયાન આ પ્રકારની જાહેરાત કરીને મતદારોને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે, એ રીતે આચારસંહિચતાનો પણ ભંગ કર્યો ગણાય. પરંતું, કૉંગ્રેસ સહિત અન્ય કોઇ નેતા કે પક્ષે આ જાહેરાતનો વિરોધ ઉઠાવ્યો નથી.

જસદણની પેટા ચૂંટણી

જસદણની પેટા ચૂંટણી

ઉલ્લેખનીય છે કે ગુજરાતની જસદણ વિધાનસભા સીટ માટે થઈ રહેલ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પાર્ટીઓ આ પેટા ચૂંટણી જીતવા માંગે છે. મંગળવારે આ સીટ પર થનાર ચૂંટણી માટે પ્રચાર થમી ગયો છે. અહીં 20 ડિસેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે.

ગુજરાત સરકારનું ગ્રામીણ વિસ્તારોનું 625 કરોડનું વીજળી બિલ માફ કરવાનું એલાનગુજરાત સરકારનું ગ્રામીણ વિસ્તારોનું 625 કરોડનું વીજળી બિલ માફ કરવાનું એલાન

English summary
Gujarat government waives 650 crore vij bills amount of farmers before jasdan by poll election, election commision sent notice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X