For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ગુજરાતમાં સર્વેલન્સ ટીમ ફરી સક્રિય બનશે

|
Google Oneindia Gujarati News

election-commission-of-india-logo
અમદાવાદ, 5 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની વચ્ચે ખૂબ ઓછા દિવસ રહ્યા છે. ઉમેદવારો ફાઇનલ થતા દરેક મતવિસ્તારમાં જોર શોરથી પ્રચાર શરૂ થયો છે. આ કારણે આજથી સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફલાઈંગ સ્કવૉડ પુન:સક્રિય બનશે.

ચૂંટણીમાં કાળાનાણાની હેરફેર રોકવા માટે બનાવાયેલી સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફલાઈંગ સ્કવૉડને અનેક લોકો તરફથી મળેલી હેરાનગતિની ફરિયાદોને પગલે હાઈકોર્ટના આદેશ બાદ નિષ્ક્રીય કરી દેવામાં આવી હતી. હવે તે ફરીથી કાર્યરત કરવામાં આવી રહી છે.

હવે સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફલાઈંગ સ્કવૉડ 50,000 રૂપિયા સુધીની રોકડ સાથે કોઈ રાજકીય વ્યક્તિ ઝડપાશે તો તેની ઉલટતપાસ કરશે. અગાઉ રકમ મર્યાદા અઢી લાખ રૂપિયા સાથે કોઈ વ્યક્તિ ઝડપાય અને તેની પાસે તે રોકડ રકમના કોઈ આધાર પુરાવા ન હોય તો તે રકમ જપ્ત કરવા સહિતની કામગીરી કરાતી હતી.

સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફલાઈંગ સ્કવૉડની આ કામગીરી સામે હાઈકોર્ટમાં રીટ થતાં હાઈકોર્ટે આ કામગીરીને ગેરકાયદે ઠેરવી હતી. દરમિયાનમાં ચૂંટણી પંચ આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ગયું હતું. સુપ્રિમ કોર્ટે બે દિવસ પહેલા જરૂરી સુચના આપ્યા બાદ ચૂંટણી પંચે તેની આ સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફલાઈંગ સ્કવૉડને ફરી કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે મંગળવારથી ટીમો ફરી ફિલ્ડમાં કામ કરતી થઈ જશે. હવે 50 હજાર સુધીની રોકડ રકમ સાથે કોઈ વ્યક્તિ ઝડપાશે અને તે રાજકારણ સાથે સંકળાયેલા હોવાના આધાર પુરાવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. પરંતુ સામાન્ય નાગરિક રોકડ રકમ સાથે ઝડપાશે અને કોઈ જ આધાર પુરાવા નહીં હોય તો પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

English summary
Election squad and surveillance team will reactive from today in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X