For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત- જામનગરના એક બુથ પર થશે ફરી મતદાન

|
Google Oneindia Gujarati News

election
સુરત/જામનગર, 15 ડિસેમ્બર: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર સુરત અને જામનગરના એક-એક બેઠક પર ફરી મતદાન કરવામાં આવશે. ઈવીએમ મશીનમાં સર્જાયેલી ખામીને કારણે આ પોલીંગ બુથ પર આવતી કાલે ફરી મતદાન કરવામાં આવશે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીર૦૧ર માટે તા. ૧૩ડિસેમ્બરના બુધવારના રોજ થયેલ મતદાન પૈકી નીચે દર્શાવેલ મતદાન મથકોમાં સને ૧૯પ૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ પ૮(ર)(એ) અન્વયે ભારતના ચૂંટણી પંચે રદ કરેલ છે.

મતદાન મથકનો નંબર અને નામ વિધાનસભા મત વિભાગનો નંબર અને નામ
(૧) ૮૦ જામજોધપુર
૧૬૯ - કોટડા
(ર) ૧૦૩ - ભાવનગર ગ્રામ્ય ૬૯ - કમળેજ
(૩) ૧૬૦ - સુરત ત્તર ર૭ કતારગામ

સુરતની વાત કરીએ તો ઉત્તર સુરતના એક બુથના ઇવીએમમાં ખામી સર્જાતા ફરી મતદાન કરવામાં આવશે. પોલીંગ બુથ નંબર 27 પરથી ફરીથી આવતીકાલે રવિવારે સવારે ૮.૦૦ થી સાંજે પ.૦૦ વાગ્યા દરમ્યાન નવેસરથી મતદાન કરવામાં આવશે.

સુરતની જેમ જામનગરમાં પણ ઇવીએમ ખરાબીનો મામલો સામે આવ્યો છે. જામનગરના કોટડા બાવીસી ગામ ખાતે ઇવીએમ ખોટકાતા ફરીથી મતદાન હાથ ધરવામાં આવશે. એજ રીતે ભાવનગર ગ્રામ્યની 69 નંબરની કમળેજ બેઠક પર પણ આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આવે છે અને તેના પર 13 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં જામનગર જિલ્લામાં 63 ટકા મતદાન થયું હતું, જ્યારે સુરત જિલ્લામાં 64 ટકા મતદાન થયું હતું.

English summary
Election will be held again in Surat and Jamnagar because of fault in EVM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X