For Daily Alerts
આજે ત્રણ નગરપાલિકાની 88 સીટ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટણી
વડોદરાઃ ગુજરાતના વડોદરા જિલ્લાની ત્રણ નગરપાલિકા સહિત 34 જિલ્લા પંચાયત સીટ અને 168 તાલુકા પંચાયત સીટ પર મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે આ અઠવાડિયે વહેલી થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જોતાં ભાજપને ખુબ અપેક્ષાઓ છે. અને કોંગ્રેસ માને છે કે ઓઈલની કિંમતોમાં ભાવ વધારો મતદારોના મનને બીજી તરફ વાળી શકે છે.
બાકીના 76 જિલ્લા જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત પર આજે મતદાન થનાર છે.
જિલ્લા કલેક્ટર અશ્વિની અગ્રવાલે જણાવ્યું કે આજે નગરપાલિકાની બેઠકનું મતદાન સવારે 7થી 6 વાગ્યા સુધી થશે. જેને લઈ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને રિટર્નિંગ આસિસ્ટન્ટની તહેનાતી થઈ છે.
અગ્રવાલે જણાવ્યા મુજબ 961830 મતદારો જિલ્લા તાલુકા પંચાયત માટે જ્યારે નગર પાલિકા માટે 94,250 મતદારો નોંધાયેલા છે.