• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં દર ત્રીજું બાળક કુપોષિત: સીએજી

|
Google Oneindia Gujarati News
ગાંધીનગર, 5 ઓક્ટોબર: ગુજરાતના વિકાસની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના રાજ્યમાં દર ત્રીજું બાળક કુપોષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સીએજીએ આ ખુલાસો કર્યો છે. સીએજી અનુસાર રાજ્યમાં દર ત્રીજું બાળક એવરેજ વજન કરતા ઓછું વજન ધરાવે છે.

કેગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પૌષ્ટિક આહાર પ્રોગ્રામ માટે 223 લાખ 14 હજાર બાળયો યોગ્ય હતા, પરંતુ તેમાંથી 63 લાખ 37 હજાર બાળકો છૂટી ગયા. આ રિપોર્ટ ગુરુવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આમાં કેગએ જણાવ્યું છે કે વાર્ષિક રીતે 300 પોષણ દિવસના ટાર્ગેટની પૃષ્ઠભૂમિમાં બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાની કમી 96 દિવસ સુધી પહોંચી ગઇ છે. છોકરીઓના પોષણ કાર્યક્રમમાં 27થી 48 ટકા સુધી ઉણપ દેખાઇ છે.

English summary
The CAG has lambasted the working of the Integrated Child Development Scheme in Gujarat, which is aimed at fighting malnutrition among children, saying that every third child in the state is underweight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X