For Daily Alerts
ગુજરાતને બિહાર સાથે જોડતી ટ્રેનમાં નહીં હોય રિઝર્વેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડનગર અને ભરૂચની મુલાકાત લીધી હતી તથા વિવિધ યોજનાઓના લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસમાં ભાગ લીધો હતો. આ જ શ્રેણીમાં તેમણે ભરૂચમાં અંત્યોદય એક્સપ્રેસનો પ્રારંભ કર્યો હતો. સુરતથી બિહારના જયનગર સુધી જતી આ ટ્રેનથી પશ્ચિમ ગુજરાતથી બિહાર સુધીની મુસાફરી વધુ સરળ થઇ છે. આ ટ્રેન અંગેની કેટલીક ખાસ વાતો જાણો અહીં...
ગુજરાતને બિહાર સાથે જોડતી ટ્રેન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતથી જયનગર વચ્ચે દોડતી આ ટ્રેનનો નંબર છે 15564.
- આ ટ્રેન સુરતના ઉધના જંક્શનથી જયનગર(બિહાર)ના જંક્શન સુધી જશે.
- આ ટ્રેન રવિવારે સુરતના ઉધના જંક્શનથી ઉપડશે અને સોમવારે બિહારના જયનગર પહોંચશે.
- ટ્રેનને ગુજરાતથી બિહાર પહોંચવામાં લગભગ 37 કલાક 50 મિનિટનું સમય લાગશે.
- આ ટ્રેનની ઝડપ અંદાજે કલાક દીઠ 49 કિમી છે.
- આ ટ્રેન 1862 કિમીનું અંતર કાપશે.
- આ ટ્રેન 21 હોલ્ટ્સ અને 20 સ્ટેશનો પરથી પસાર થશે.
કોઇ રિઝર્વેશન નહીં
- ખાસ વાત એ છે કે, આ અંત્યોદય એક્સપ્રેસમાં કોઇ રિઝર્વેશન નહીં હોય, આથી ગરીબોને આનો ખાસ લાભ મળશે.
- રિઝર્વેશન ન હોવાનો વધુ એક લાભ છે કે, છેલ્લી ઘડીએ યાત્રાની યોજના કરનારાઓ પણ ટ્રેનનો લાભ લઇ શકશે.
- આ ટ્રેનનું ભાડું માત્ર રૂ. 389 રાખવામાં આવ્યું છે. આ કારણે પણ ગરીબો માટે આ ટ્રેન વધુ સુવિધાપૂર્ણ છે.