For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજીવ ભટ્ટની પત્નીનો આરોપ, ધરપકડના 12 દિવસ બાદ પણ મળવા નથી દેવાતા

સંજીવ ભટ્ટની પત્નીનો આરોપ, ધરપકડના 12 દિવસ બાદ પણ મળવા નથી દેવાતા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિત સાત લોકોની 1998ના NDPS કેસ મામલે 5મી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સંજીવ ભટ્ટના કોઈપણ પરિજનોને એમની સાથે મળવા દેવામાં નથી આવ્યા. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે ફેસબુક અને ટ્વિટર પર એમના માટે ન્યાયની અપીલ કરી છે. સંજીવ ભટ્ટની પત્નીએ આરોપ લગાવ્યો છે કે 12 દિવસ વિત્યા બાદ પણ હજુ સંજીવ ભટ્ટ સાથે કોઈને મળવા દેવાયા નથી.

NDPS કેસમાં થઈ ધરપકડ

NDPS કેસમાં થઈ ધરપકડ

સંજીવ ભટ્ટની પત્ની શ્વેતાએ ફેસબુક પર લખ્યું કે સંજીવ ભટ્ટને લઈને મારી પાસે કોઈ અપડેટ નથી. સંજીવ ભટ્ટને સારું છે કે નહિ તે પણ મને ખબર નથી. છેલ્લા 12 દિવસથી એમને જોયા પણ નથી અને એમની સાથે મારી વાત પણ નથી થઈ. આજે 12મો દિવસ છે, તેઓ આજે પણ ઘરે નથી પહોંચ્યા. હું એ નથી સમજી શકતી કે એમણે શું કર્યું હતું? એમના અવાજને માત્ર એટલા માટે દબાવવામાં આવી રહ્યો છે કેમ કે તેઓ કરોડો ભારતીયોનો અવાજ છે. પાછલા 16 વર્ષમાં સંજીવ ભટ્ટ આ અપરાધિઓ વિરુદ્ધ ન્યાય માટે લડ્યા.

શ્વેતા ભટ્ટે ન્યાય માટે કરી અપીલ

શ્વેતાએ કહ્યું કે, 'સંજીવ ભટ્ટના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. સંજીવ એકલા નથી. આ સમય સંજીવ માટે લડવાનો છે. સંજીવને ઘરે પરત લાવવામાં પ્લીજ મારી મદદ કરો.' શ્વેતાએ રવિવારે આ વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ ઉપરાંત શ્વેતાએ સંજીવ ભટ્ટના ટ્વિટર અકાઉન્ટ પર પણ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એમણે સંજીવ ભટ્ટને સમર્થનની વાત કરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો

જણાવી દઈએ કે ડ્રગ્સની હેરાફેરીને લગતા વર્ષ 1998ના એક કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. 1998માં સંજીવ ભટ્ટ બનાસકાંઠાના ડીસીપી હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સંજીવ ભટ્ટ ઉપરાંત અન્ય 6 લોકોની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સરકારે 1988 બેચના આઈપીએસ સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરી દીધા છે. ભટ્ટને અમદાવાદમાં સરકારી ગાડી અને પોલીસ કમાન્ડોનો ઉપયોગ કરવાના કારણે સસ્પેન્ડ કર્યા હતા.

જાણો શું છે NDPS અને કેમ થઈ સંજીવ ભટ્ટની ધરપકડ?જાણો શું છે NDPS અને કેમ થઈ સંજીવ ભટ્ટની ધરપકડ?

English summary
Ex-IPS officer Sanjiv Bhatt’s wife says no news of him since he was arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X