For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fake Billing Scam : રૂપિયા 1,000 કરોડથી વધુના કૌભાંડમાં 2 SGST અધિકારી સસ્પેન્ડ

Fake Billing Scam : ગુજરાતમાં રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ના બે વરિષ્ઠ અધિકારીઓને ભાવનગરમાં થયેલા રૂપિયા 1000 કરોડના Fake Billing Scamમાં શંકાસ્પદ સંડોવણી હોવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Fake Billing Scam : ગુજરાતમાં રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ના બે વરિષ્ઠ અધિકારીઓને ભાવનગરમાં થયેલા રૂપિયા 1000 કરોડના Fake Billing Scamમાં શંકાસ્પદ સંડોવણી હોવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર સૂત્રો દ્વારા ગુરુવારના રોજ માહિતી આપવામાં આવી હતી.

જુલાઈ 2021ના પહેલાસપ્તાહમાં SGST વિભાગે સમગ્ર રાજ્યમાં ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજ સહિત 71 સ્થળોએ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન આ કેસનો ખુલાસો થયો હતો.

Fake Billing Scam

ભાવનગરમાં Fake Billing Scamમાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં એક રાજકોટમાં ડેપ્યુટી કમિશનર છે અને બીજા પાલનપુર ખાતે આસિસ્ટન્ટ કમિશનર છે. આ બંને અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતા. Fake Billing Scam બાદ વિભાગ દ્વારા તેમની બદલી કરવામાં આવી હતી.

SGST વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ SGST અધિકારીઓને તેમની શંકાસ્પદ સંડોવણીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર ઓફિસમાંથી 36 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં નાયબ રાજ્ય ટેક્સ કમિશનરથી લઈને કારકુન સુધીના અધિકારીઓનો

સમાવેશ થાય છે. અધિકારીઓને Fake Billing Scam કેસ સંબંધિત દસ્તાવેજો સાથે છેડછાડ કરતા અટકાવવા માટે આ બદલી કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી કુલ 11 અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

English summary
two senior State Goods and Services Tax (SGST) officials have been suspended for their alleged involvement in a Rs 1,000 crore fake billing scam in Bhavnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X