For Quick Alerts
For Daily Alerts
ગાધીધામમાં પરિવારે કરી 19 વર્ષીય પુત્રીની હત્યા, યુવતીનું હતું અફેર
કચ્છના ગાંધીધામમાં પ્રેમ પ્રકરણમાં માતા પિતા અને ભાઇએ સાથે મળીને પુત્રીની હત્યા કરી છે. પરીવારે હત્યાને આત્મહત્યામાં ફેરવવા માટે પ્રયત્નો પણ કર્યા હતા. પોલીસે તપાસ કરતા આ ભાંડો ફુટી ગયો હતો. પોલીસ તપાસમાં આત્મ હત્યા નહી પણ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે માતા, પિતા અને ભાઇને પુત્રીની હત્યાના આરોપમાં જેલ ભેગા કર્યા હતા.

ગઢપાદરમાં પ્રેમ પ્રકરણમાં માતા- પિતા-ભાઇએ કરી 19 વર્ષીય પુત્રીની હત્યા
યુવતીનો કોઇ બીજી જ્ઞાતીના યુવાન સાથે પ્રેમ સબંધ હતો. પરીવારને આ વાત ન ગમતા યુવતીનું ગળુ દબાવીને હત્યા કરી હતી. હત્યાને આત્મ હત્યામાં ખપાવવા માટે તેને રૂમમાં પંખાના ભાગે લટકાવી હતી. પોલીસને શંકા જતા પીએમ રીપોર્ટમાં ખુલાસો થયો હતો. પોલીસે પરીવારનું ઇન્ટેરોગેશન કરતા પરીવારે હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો.
Nirbhaya Case: નિર્ભયાના દોષિતોને 20 માર્ચે ફાંસીએ અપાશે