For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવનાર તારક મેહતાનું નિધન

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક તારક મહેતાનું આજે નિધન થયું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાતના જાણીતા લેખક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ, લેખક તારક મહેતાનું અમદાવાદમાં આજે સવારે નિધન થયું છે. 88 વર્ષના તારક મહેતા લાંબા સમયથી બિમાર હતા. નોંધનીય છે કે તેમણે અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમતે અનેક દિગ્ગજોએ તેમની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

અહીં વાંચો - તારક મહેતાના નિધન બાદ PM મોદી સહિત લોકોએ આપી શ્રદ્ધાંજલિઅહીં વાંચો - તારક મહેતાના નિધન બાદ PM મોદી સહિત લોકોએ આપી શ્રદ્ધાંજલિ

taarak mehta

ગુજરાતી સાહિત્ય ના લોકપ્રિય હાસ્યલેખક અને પદ્મ શ્રી થી સમ્માનિત તારક મહેતના નિધન બાદ તેમના પરિવારે દેહદાનનો નિર્ણય લીધો છે. નાગર સમાજના તારક મહેતાનો જન્મ 26 ડિસેમ્બર, 1929ના રોજ થયો હતો. તારક મહેતા તેમની છટાદાર ગુજરાતી ભાષા અને હાસ્યલેખનની વિશિષ્ટ શૈલીને લીધે ખૂબ લોકપ્રિય હતા. તેઓ સામાજીક મુદ્દે હંમેશા અલગ દ્રષ્ટિકોણથી લખતા. તેમના અત્યાર સુધીમાં 80 પુસ્તકો પ્રકાશિત થયા છે. તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' ખૂબ પ્રખ્યાત થઇ હતી અને તેના વર્ષ 2008માં આસિત મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ બનાવી, જે આજે પણ ખૂબ લોકપ્રિય છે.

અહીં વાંચો - તારક મહેતા: 80 પુસ્તકો, અગણિત હાસ્ય અને એક માણસઅહીં વાંચો - તારક મહેતા: 80 પુસ્તકો, અગણિત હાસ્ય અને એક માણસ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અંગે અફસોસ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે તારક મહેતાના પત્ની ઇન્દુ મહેતાને ફોન કરી સાંત્વના પણ આપી હતી.

English summary
Famous writer Tarak Mehta passed away in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X