For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદતા, ખેડૂતો ખુશ

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેના પગલે મોરબી જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્રોમાંથી અત્યાર સુધીમાં 90 કરોડ રૂપિયાની બે લાખ ક્વિન્ટલ મગફળી રાજ્ય સરકારના ગુજકોટ દ્વારા ખરીદશે

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેના પગલે મોરબી જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્રોમાંથી અત્યાર સુધીમાં 90 કરોડ રૂપિયાની બે લાખ ક્વિન્ટલ મગફળી રાજ્ય સરકારના ગુજકોટ એકમ દ્વારા ખરીદવામાં આવી છે. ખેડૂત ભગવાનજી ભાઈએ જણાવ્યું હતું કે મગફળીનું વધારે ઉત્પાદન થતા ખેડૂતોને માત્ર પ્રતિ મણ ભાવ માત્ર 500થી 600 રૂપિયા મળતા હતા, પરંતુ સરકાર દ્વારા 900 રૂપિયાના ભાવે ખરીદી થતા અમને સંતોષ છે. તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે 90 કરોડની મગફળી સરકારે ખરીદી તેમાંથી 55 કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન ચૂકવાઈ છે. વળી ખેડૂતો ઓનલાઇન બુકિંગ કરાવીને આવતા હોવાથી તેમને લાંબી કતારોમાંથી પણ છુટકારો મળે છે.

Gujarat

રાજ્યભરમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા મગફળીના ભાવ ગગડ્યા હતા. પરંતુ સરકારે ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં રાહત અને ખુશી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાથી મગફળીના ટેકાના ભાવો પર વિવાદ શરૂ થઇ ગયો હતો. અને સરકારે તેની બાહેધરી પણ આપી હતી. જો કે તે પછી મગફળીના ભાવો અંગે ટેકાના ભાવ રજૂ થતા ખેડૂતો ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ભાજપને જોકારો આપ્યો હતો. આ પહેલા તુવેદના ભાવો લઇને પણ સરકારે ટેકો જાહેર કર્યો હતો. આમ સરકાર ગમે તે ભાગો ખેડૂતોને પોતાના તરફ રાખવા મથામણ કરી રહી છે.

English summary
Farmers rejoiced after government purchase the groundnut at support prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X