For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડાને પગલે તંત્ર ચિંતામાં, ખેડૂતોને મળતું પાણી બંધ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થતો હોવાથી બુધવારથી ખેડૂતોને પાણી આપવાનું પણ બંદ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે અને બુધવારથી ખેડૂતોને પાણી આપવાનું પણ બંદ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થતા હવે તંત્ર પણ ચિંતામાં પડ્યું છે. સતત જળસ્તરમાં ઘટાડો નોંધાઇને હાલની હાલમાં ડેમની સપાટી 106.01 મીટર થઈ ગઇ છે. જો કે IBPT ટર્નલ માંથી હાલ 10,397 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને નર્મદા નદીમાં ગોડબોલે ગેટ માંથી 620 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પણ હકીકત એછે કે ડેમમાં પાણીની આવક બિલકુલ બંધ થઇ ગઇ છે. તો બીજી તરફ નીર ભરવા માટે નર્મદા કેનાલમાં 9,319 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

narmada

જોકે ખેડૂતોને અત્યારે પણ સિંચાઇના પાણીની અછત છે ત્યારે હજી પણ પાણી કાપ રહેશે તો પરિસ્થિત ઘણી વણસી શકે છે. નોંધનીય છે કે ઉપરવાસમાંથી હાલમાં તો પાણીની આવક બંધ થઈ ગઈ છે. હાલ ડેમની સપાટી ૧૦૮.૪૫ મીટર છે. ડેમમાં ચાલુ વર્ષે ૧૩૧.૦૫ મીટર સુધી પાણી હતું જે ગયું કયાં? એવો પ્રશ્ન પણ વિધાનસભામાં પૂછવામાં આવ્યો હતો.

વિધાનસભામાં ધારાસભ્યએ વિધાનસભામાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાલ આઈબીપીટી ટર્નલમાંથી ૧૦૪૨૭ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. નર્મદા નદીને જીવંત રાખવા ગોડબોલે ગેટમાંથી ૬૦૦ કયુસેક પાણી છોડાયુ છે. દરમિયાન પાવર હાઉસ બંધ થતા સરકારને કરોડો રૂપિયાની ખોટ જઈ રહી છે. હવે પાણી જો આજથી બંધ કરવામાં આવે તો ગુજરાત ભરના ખેડૂતો શુ કરશે તે મોટો પ્રશ્ન છે.

English summary
Farmers will not get water, due to less water in Narmada Dam. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X