For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપવાસનો 9મો દિવસઃ હાર્દિકને કિડનીમાં થયું ઈન્ફેક્શન

દિવસેને દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે, ત્યારે હાર્દિકના યૂરિન ટેસ્ટ દ્વારા તેને કિડની ઈન્ફેક્શન થયું હોવાનું માલુમ પડ્યું છે.

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યો છે. અન્નત્યાગ બાદ હાર્દિક પટેલે જળત્યાગ પણ કરી દીધો હતો. જો કે બે દિવસના જળત્યાગ બાદ સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. દિવસેને દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે, ત્યારે હાર્દિકના યૂરિન ટેસ્ટ દ્વારા તેને કિડની ઈન્ફેક્શન થયું હોવાનું માલુમ પડ્યું છે.

દરરોજ ઘટી રહ્યું છે 800-900 ગ્રામ વજન

દરરોજ ઘટી રહ્યું છે 800-900 ગ્રામ વજન

હાર્દિકને સમાજના લોકો સહિત નેતાઓ તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે પણ સરકારના પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. હજુ સુધી આ મામલે ગુજરાત સરકારે કંઈપણ સકારાત્મક પગલાં ભર્યાં નથી. હાર્દિકને મળવા જતા લોકોને અમદાવાદ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. સતત ભૂખ્યા રહેવાનાના કારણે હાર્દિકનું રોજનું સરેરાશ 800-900 ગ્રામ જેટલું વજન ઉતરી રહ્યું છે.

સરકારના ઘમંડને ખતમ કરી નાખીશુંઃ હાર્દિક

સરકારના ઘમંડને ખતમ કરી નાખીશુંઃ હાર્દિક

કિડનીનું ઈન્ફેક્શન થવા છતાં હાર્દિકે હાલ સારવાર લેવાની ના પાડી દીધી છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સપોર્ટ કરવા ગુજરાતના વિવિધ ગામડાઓમાંથી લોકો આવી રહ્યા છે. કાલે અરવલ્લી જિલ્લાના બાયડના એક ગામમાં રહેતા 50 જેટલા યુવકોએ મુંડન કરાવી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિજય સંકલ્પ ઉપવાસ આંદોલનના સમર્થનમાં રાજ્યના 67 તાલુકા અને 3250 ગામમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. હાર્દિકે વધુમાં લખ્યું કે મારો એક જ ઉદ્દેશ્ય છે સંપૂર્ણ લોક ક્રાંતિ અને આ ક્રાંતિ ભાજપના ઘમંડને ખતમ કરી નાખશે.

અમિત ચાવડા મળવા આવ્યા

અમિત ચાવડા મળવા આવ્યા

પટેલ સમુદાયના કુળદેવી શ્રી ઉમિયા ધામ મંદિર (ઉંઝા)ના પ્રમુખ અને તમામ પદાધિકીઓ શનિવારે વિજય સંકલ્પ અનિશ્ચિતકાળના ઉપવાસ આંદોલનના આઠમા દિવસે ઉપવાસ છાવણીમાં હાજર રહ્યા હતા. ઉપવાસ આંદોલનના આઠમા દિવસે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને એમની ટીમ પણ હાર્દિકને મળવા પોહોંચી હતી. તેમણે પણ ખેડૂતીના દેવા માફી અને અનામતની માગણીને સમર્થન આપ્યું.

અલ્પેશ ઠાકોર હાર્દિકને મળવા આવ્યો

અલ્પેશ ઠાકોર હાર્દિકને મળવા આવ્યો

આ સાથે જ હાર્દિક પટેલને કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષોએ સમર્થન આપ્યું છે. ઉપવાસ આંદોલનના સાતમા દિવસે કોંગ્રેસના સચિવ અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ મળવા પહોંચ્યો હતો. બીજી બાજુ મેઘા પાટકર હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં આવ્યાં તો તેમનો પાસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે બાબતે મેઘા પાટકરે નારાજગી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો-જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ

English summary
fasting from 9 day cause kidney infection to hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X