પિતાએ જ કરી બે વર્ષના માસુમની હત્યા

Subscribe to Oneindia News

સુરતમાં એક પરિવારમાં ચોકાવનારી ઘટના બની છે, જેમાં એક પિતાએ પોતાના જ સગા પુત્રની હત્યા કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે. 2 વર્ષનું બાળક ગાઢ નિંદ્રામાં હતું, તે સમયે પિતાએ બાળકના ગળા પર ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતાને પણ ચપ્પુ વડે ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આસપાસના લોકોને આ અંગે જાણ થતા લોકોએ પિતાને માર માર્યો હતો.

murder

શું હતો આખો મામલો?

ત્રણ વર્ષ પહેલા સંજય અને તેની પત્નીએ પ્રેમ લગ્ન કર્યા હતા. સંજયને છેલ્લા કેટલાક સમથી તેની પત્નીના ચારિત્ર પર શંકા હતી. આ કારણે અવારનવાર તેમની વચ્ચે ઝગડા પણ થતા હતા. વાત વધીને કોર્ટમાં પહોંચી હતી. સંજયને શંકા હતી કે, 2 વર્ષના પુત્રનો પિતા કોઇક બીજો વ્યક્તિ છે. આ જ કરાણે સંજયે પોતાના બે વર્ષના પુત્રની હત્યા કરી હતી. માસુમ બાળક ઘરમાં સૂતો હતો તે દરમ્યાન સંજયએ તેના માસુમ બાળકને ગાળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા હતી. પુત્રની હત્યા કર્યા બાદ તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

પત્નીએ બૂમાબૂમ કરતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પિતા સંજયને પકડી પાડ્યો હતો અને ઢોર માર માર્યો હતો. ત્યાર પછી આ ઘટનાની જાણ લીંબાયત પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થેળે પહોંચી સંજય ચૌધરીની ધરપકડ કરી, તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.

English summary
Father killing his two-year-old child: Read here more
Please Wait while comments are loading...