For Quick Alerts
For Daily Alerts
દવાની કંપનીમાં ભીષણ આગ, 10 થી વધુ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે
ગાંધીનગર : કલોલની સઈઝ GIDCમાં આવેલી દવાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા 10 જેટલા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ દુર્ઘટના એટલી મોટી હતી કે ફાયર વિભાગને મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી.
કલોલ, કડી, માણસા, ગાંધીનગર, વિજાપુર, અમદાવાદ સહિતના ફાયર ફાઈટર્સ આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઇ ગયા હતા.
સોલ્વન્ટના બેરલના કારણે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે ધુમાડાના વાદળો છવાઇ ગયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીની અંદર કોઈ હતું કે નહીં એ હાલ તપાસ નો વિષય આગ પર કાબૂ મેળવ્યા બાદ નુકસાનીની આકારણી થશે. આ ઘટનાને પગલે કલોલ ચીફ ઓફિસર, કલોલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત ઓફિસર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે.
Comments
English summary
Fierce fire at drug company, more than 10 firefighters at the scene.
Story first published: Sunday, May 22, 2022, 11:15 [IST]