કોરોના સામે તાયફા નહી, વૈજ્ઞાનિક અભિગમની લડાઇની આવશ્યકતા
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનો કહેર વર્તાઇ રહ્યો છે. વિશ્વભરના દેશો કોરોના વાયરસના કારણે ચિંતિત છે. ત્યારે, ભારત પણ કોરોના વાયરસના ભરડામાં છે. લેટેસ્ટ જાણકારી પ્રમાણે દેશમાં કોરોના વાયરસના 415 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. ગુજરાતમાં પણ 29 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે અને એકનું મોત થઇ ચુક્યુ છે. ત્યારે, આ ગંભીર સંક્રમણને રોકવાનો સરળ ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. આ સંક્રમણ પાળવા ક્વોરેન્ટાઇન પાળવું આવશ્યક છે.
જનતા કરફ્યૂનો ઉદ્દેશ શૂન્ય રહ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારના રોજ જનતા કરફ્યૂનું સજ્જડ પાલન થયું. લોકોએ પોતાના ઘરોમાં રહીને કોરોના વાયરસ સામે લડવામાં પોતાનો સહકાર આપ્યો. પરંતું, વડાપ્રધાનની અપીલ પર સાંજે લોકોએ થાળીઓ અને ફટાકડા ફોડીને જે ઉન્માદ મચાવ્યો તેનાથી પુરા દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું. લોકોએ પોતાના ધંધા રોજગાર ઠપ્પ કરીને આ જનતા કરફ્યૂમાં સહકાર આપ્યો હતો. પરંતું જનતા કર્ફ્યૂને એક ઈવેન્ટ ઉન્માદી લોકોએ તાંડવ મચાવી પુરા દિવસની શાંતિ હણી રસ્તા પર ઉતરી આવ્યા.
કલમ 144નો ભંગ કરી જાહેરમાં નાચ્યા અને રેલીઓ કાઢી
લોકોએ ઠેર ઠેર કલમ 144 લાગેલી હોવા છતાં તેનો ભંગ કરીને જાહેર સ્થળો પર ભેગા થઇ થાળીઓ વગાડી, ઢોલ અને ડીજેના તાલે ઝૂમ્યા તેમજ રેલીઓ કાઢી, ફટાકડા ફોડીને ઉત્સવનો માહોલ કરી જનતા કરફ્યૂનો ઉદ્દેશ જ ધૂળમાં મેળવી દીધો. વડાપ્રધાને લોકડાઉનને ગંભીરતાથી લેવાની ફરીથી લોકોને અપીલ કરી છે. ત્યારે, આશા રાખીએ કે, દેશને આ સંક્રમિત પરિસ્થિતિથી ઉગારવા સરકાર અને લોકો સાથે મળી કોરોના સામે વૈજ્ઞાનિક અભિગમથી લડાઇ લડી વિજય મેળવવો આવશ્યક બન્યો છે.
સ્પેનમાં કોરોનાવાઈરસનો કહેર, 1700ના મોત 28000 ઈન્ફેક્ટેડ