For Quick Alerts
For Daily Alerts
અમદાવાદ: આ 10 થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત'
'પદ્માવત' ફિલમ જોવાની રાહ જોઈને બેઠેલા આતુર ચાહકો માટે ખુશખબર છે કે, નિયત તારીખે અમદાવાદમાં ફિલ્મ 'પદ્માવત' જોવા મળશે. શહેર પોલીસ કમિશનર કચેરી કંટ્રોલ રૂમ તરફથી પાઠવવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં કયા કયા થિયેટરમાં ફિલ્મ આ ફિલ્મ નિહાળવા મળશે. જો કે, આ દિવસે કરણી સેનાએ બંધનું એલાન આપ્યું હોવાથી તમામ થિયેટરો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવશે અને તેના માટે વધારાની પોલીસ ફોર્સની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે.
'પદ્માવત' ફિલ્મ 25 જાન્યુઆરીએ આ સિનેમા ઘરોમાં જોવા મળશે.
- આલ્ફાવન - સિનેપોલિસ સિનેમા વસ્ત્રાપુર
- હિમાલયા મોલ - બિગ સિનેમા વસ્ત્રાપુર
- ડ્રાઇવ ઇન - થલેતેજ
- એક્રોપોલિસ સિનેમા - થલતેજ
- કે સેરા સેરા - એસ.જી હાઇવે
- મુક્તા સિનેમા - ગુલમહોર પાર્ક, એસ.જી.હાઇવે
- સિનેમેક્સ, પીવીઆર - એસ.જી.હાઇવે
- રાજહંસ સિનેમા - સોલા
- પીવીઆર રેડ કાર્પેટ - સોલા
- સિટી ગોલ્ડ - આંબલી બોપલ રોડ