ગુજરાતને ભડકે બાળીશું; હાર્દિક પટેલને તેના 5 સાથીઓ પર FIR

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે પાટીદારો માટે અનામત માંગી રહેલા હાર્દિક પટેલ અને તેના પાંચ સાથીદારોની વિરુદ્ધ ગુરુવારે, 27 પેજની એક એફઆઇઆર નોંધાવી છે. જેમાં તેમની પર રાજદ્રોહ જેવા ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. એટલું જ નહીં એફઆઇઆર મુજબ હાર્દિક પટેલ અને તેના સાથીદારો ગુજરાત સરકારની વિરુદ્ધ પોતાના સમુદાયમાં હિંસા ભડકાવા માંગતા હતા અને સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા ઇચ્છતા હતા તેવું બહાર આવ્યું છે.

ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે આ માટે કરીને પુરાવા એકઠા કરવા માટે હાર્દિક પટેલ અને તેના અન્ય સાથીદારો વચ્ચે થયેલી વાતચીતને ટેપ કરી છે અને તેને એફઆઇઆરમાં નોંધીને કેસને મજબૂત કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. જો કે હાર્દિક પટેલ અને તેના સાથીદારો વચ્ચે થયેલી વાતચીતમાં કેટલાક વિવાદાસ્પદ નિવેદનો પણ બહાર આવ્યા છે જે હાર્દિક અને તેના સાથીદારોની મુશ્કેલી આવનારા સમયમાં જરૂરથી વધારશે.

 

નોંધનીય છે કે સુરતમાં તો હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ પોલિસ લગાવી જ ચૂકી છે તે બાદ હવે અમદાવાદ પોલિસે પણ તેની પર 25 ઓગસ્ટ બાદ થયેલા તોફાનોમાં તેનો હાથ હોવાના અને રાજદ્રોહના આરોપ લગાવ્યા છે. હાર્દિક બાદ ચિરાગ પટેલ અને દિનેશ પટેલની બુધવારે અને કેતન પટેલની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. તથા મહેસાણાથી મેહુલ પટેલને પણ પોલિસે અટક કરી છે. ત્યારે પોલિસ દ્વારા રજૂ કરાયેલી એફઆઇઆરમાં હાર્દિક પટેલ અને તેના સાથીદારોએ શું શું કહ્યું છે તે જાણો નીચેના આર્ટીકલમાં...

એક પીએસઆઇને ઉલાળ્યો
  

એક પીએસઆઇને ઉલાળ્યો

દિનેશ પટેલની ફોન ટેપ કરીને સીબીઆઇ જે એફઆઇઆર દાખલ કરે છે તે મુજબ હાર્દિકની ધરપકડ બાદ દિનેશ પટેલ હાર્દિકની ધરપકડ બાદ એક કલાકમાં આખા ગુજરાતને સળગાવાની વાત ઉચ્ચારી છે. નોંધનીય છે કે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર હાર્દિક ધરપકડ બાદ દિનેશે રાજ્યભરમાં તોફાનો કરવાની ભકડાઉ વાત ઉચ્ચારી હતી.

કેતન પટેલની વાતચીત
  

કેતન પટેલની વાતચીત

કેતન પટેલ સુરતમાં, ઉંઝા અને મહેસાણામાં રોડ બ્લોક કરવાનું કહ્યું હતું. નોંધનીય છે કે હાર્દિકની અટક બાદ તેમણે પાટીદાર સમાજના કાર્યકર્તાઓને રોડ બ્લોક કરવાનું કહ્યું હતું.

એફઆઇઆરની કોપી
  
 

એફઆઇઆરની કોપી

એફઆઇઆરની કોપી મુજબ હાર્દિક પટેલ અને તેના સાથીદારો કેતન, દિનેશ અને ચિરાગ ફોન દ્વારા તેમના કાર્યકર્તાઓને ઉશ્કેરીને રાજ્યભરમાં 115 તોફાનો કરાવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

કોર્ટમાં રજૂ
  

કોર્ટમાં રજૂ

આજે હાર્દિક પટેલનો સુરત પોલિસના રિમાન્ડનો છેલ્લો દિવસ છે જે બાદ સાંજે તેને કોર્ટમાં રજૂ કરાશે. ગુરુવારે ચિરાગ, દિનેશ અને કેતન પટેલ અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા.

હાર્દિકના પિતાની અરજી
  

હાર્દિકના પિતાની અરજી

નોંધનીય છે કે હાર્દિક પટેલના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના પુત્ર વિરુદ્ધ રાજદોહનો આરોપ ન લગાવાની અપીલ કરી હતી જેની પર આજે સુનવણી કરવામાં આવશે.

હાર્દિક પટેલની મુશ્કેલી વધી
  

હાર્દિક પટેલની મુશ્કેલી વધી

હાર્દિક પટેલ પર સુરતમાં પણ રાજદ્રોહનો આરોપ લગાવામાં આવ્યો છે. જેમાં તેણે આત્મહત્યા કરતા યુવકને પોલિસને મારવા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ છે. તથા અમદાવાદમાં હાર્દિક અને તેના સાથીદારો પર 25મી ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ બાદ થયેલા તોફાનામાં હાથ હોવાની સાથે રાજદ્રોહ જેવા સંગીન આરોપ લગાવામાં આવ્યા છે.

English summary
FIR Against Hardik Patel and other patel leaders
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.