For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેશ્મા પટેલ પર અભદ્ર ટિપ્પણી કેસમાં સાઇબર ક્રાઇમમાં થઇ ફરિયાદ

રેશ્મા પટેલ પર સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર લોકો સમક્ષ હાઇકોર્ટમાં અપીલ પછી સાઇબર ક્રાઇમ સેલમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસે આ અંગે તપાસ આદરી છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

પાસ નેતા રેશ્મા પટેલ જ્યારથી ભાજપમાં જોડાયા છે સોશ્યલ મીડિયામાં તેમના એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણી થઇ રહી છે. વધુમાં તેમના મોર્ફ ફોટા પર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે રેશ્મા પટેલ પર તેના ચારિત્ર્ય પર પણ ટીપ્પણીઓ તેના ફેસબુક આઇડી પર કરવામાં આવી હતી. જેથી સની પટેલ નામના યુવકે ગુજરાત હાઇકોર્ટમાં એપ્લીકેશન ફાઇલ કરીને રેશ્મા પટેલ વિરૂધ્ધ ગંદી પોસ્ટ કરનાર લોકો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. જેના આધારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાઇબર ક્રાઇમને તાકીદ કરવામાં આવી હતી કે ભાજપના અગ્રણી રેશમા પટેલ સામે અભદ્ર ટીપ્પણીઓ કરનાર લોકો સામે ગુનો નોંધવામાં આવે. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલે સોમવારે સાંજે ગુનો નોંધીને તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

Reshma Patel

અરજદાર સની પટેલે જણાવ્યુ કે તા. 25 ઓક્ટોબરના રોજ તેણે રેશ્મા પટેલના ફેસબુક વોલ પર ગંદી ટીપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં તેના ચારિત્ર્યને લઇને પણ નિમ્ન કક્ષાની કોમેન્ટ કરવામાં આવી હતી. સાથે તેના ફોટો સાથે છેડછાડ કરવામાં આવી હતી. સની પટેલે ઉમેર્યું કે સોમવારે મોડી સાંજે સાઇબર સેલ ખાતે મને પુરાવા લઇને બોલાવવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધી હતી. અમે સાથે કેટલાંક નામ પણ આપ્યા છે.

જ્યારે, ક્રાઇમબ્રાચના એડીશનલ ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ અંગે અમે આઇટી (ઇન્ફોર્મેશન એક્ટ) હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં રેશ્મા પટેલને વાંધાજનક પોસ્ટ કરનાર લોકોના આઇડી ચેક કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વાતનો રેશ્મા પટેલે પણ વિરોધ કર્યો છે અને આ મામલે આરોપી સામે યોગ્ય પગલાં લેવાની માંગણી કરી છે.

English summary
FIR registered over Reshma Patel morphed photos on social media. Read more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X