• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઈ- અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત

|
Google Oneindia Gujarati News

સોમવારે મોડી રાતે મુંબઈ- અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત વલસાડ જિલ્લાના પારદી ગામ પાસે થયો છે. ઘટનાને પગલે એક ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે. અકસ્માત એવો ભયંકર હતો કે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતાં જ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી.

ફાયર ફાયટર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, 'NH-48 પર અકસ્માત સર્જાયો હોવાની અમને સૂચના મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે અમે વધુ બે ટેંકર બોલાવ્યાં છે. એકે ચાલકનું મોત થયું છે.' મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિના પહેલાં પણ મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવો જ અકસ્માત સર્જાયો હતો. તે સમયે પણ ટ્રક વચ્ચે ટક્કર બાદ આગ લાગી ગઈ હતી, જો કે તે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 3 વાગ્યે 30 મિનિટ પર બની હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી જતાં સ્થાનિક ફાયર ફાયટર વિભાગના કર્મીઓ તથા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને અડધા કલાકની જહેમત બાદ તેમણે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

English summary
fire breaks out after accident between two trucks on NH 48
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X