For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવનગરના જનરેશન હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં 70 દર્દી દાખલ હતા

ભાવનગરના જનરેશન હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં 70 દર્દી દાખલ હતા

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે દેશના હોસ્પિટલમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. હવે ગુજરાતના ભાવનગર સ્થિત જનરેશન હોસ્પિટલમા આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આઈસીયૂ બેડ હતા ત્યાં ત્રીજા માળે આગ લાગી છે. આગ લાગી ત્યારે આઈસીયૂમાં 70થી વધુ દર્દીઓ દાખલ હતા. તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ લાગતાં જ તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આકારણે કોઈપણ દર્દીનો જીવ નથી ગયો. ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. કેટલાક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

fire in hospital

આગ લાગતાં જ હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તરત દર્દીઓને બહાર લાવવામાં આવ્યા. કેટલાય દર્દીઓ ઑક્સીજન સપોર્ટ પર હતા. તેમને ઑક્સીજન સિલેન્ડર સાથે બહાર લાવવામાં આવ્યા અને તરત જ બીજા હોસ્પિટલે શિફ્ટ કરવામાં આવ્યા. જનરેશન હોસ્પિટલની તત્પરતાથી કોઈપણ દર્દીનો જીવ નથી ગયો.

અગાઉ ગુજરાતના ભરૂચ શહેરના પટેલ વેલફેર હોસ્પિટલમાં બનેલ કોરોના કેર વોર્ડમાં 30 એપ્રિલની રાતે અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગના લપેટા આઈસીયૂ વોર્ડ સુધી પહોંચી ગયા હતા. આ ગંભીર ઘટનામાં 14 દર્દી અને 2 સ્ટાફ નર્સના મોત થયાં હતાં. કોરોના વોર્ડમાં 49 દર્દી દાખલ હતા, જેમાંથી 24 દર્દી આઈસીયૂમાં હતા.

Israel vs Philistine Row: હમાસે ઈઝરાયેલ પર ફેંક્યા 130 રૉકેટ, ભારતીય મહિલા સહિત 32 લોકોના મોતIsrael vs Philistine Row: હમાસે ઈઝરાયેલ પર ફેંક્યા 130 રૉકેટ, ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત

ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલેથી બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના ઠાણેના પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ દર્દીઓને બીજી હોસ્પિટલે શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન 4 દર્દીઓના મોત થઈ ગયાં હતાં. આ ઘટનાના થોડા દિવસ પહેલાં મુંબઈ નજીક વિવારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયાં હતાં.

English summary
fire broke out at the Generation Hospital in Bhavnagar, 70 patients were admitted in ICU
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X