For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકગાયક કિર્તીદાનના ડાયરામાં ફાયરિંગથી વિવાદ, પોલીસે કેસ દાખલ કર્યો

જૂનાગઢ જિલ્લામાં એક ક્ષત્રિય પરિવારમાં લગ્નપ્રસંગ હતો તે લગ્નપ્રસંગના ઉપક્રમે સંગીત સંધ્યાનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ વાતનો વીડિયો વાયરલ થતા પોલીસે 6 સામે ફરિયાદ નોંધી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કિર્તીદાન ગઢવી ગુજરાતના પ્રખ્યાત અને જાણીતા લોકગાયક છે વળી લોકોમાં લોકપ્રિય છે જોકે આ વખતે તેમનો ડાયરો વિવાદનું કારણ બન્યો છે જૂનાગઢ જિલ્લામાં એક ક્ષત્રિય પરિવારમાં લગ્નપ્રસંગ હતો તે લગ્નપ્રસંગના ઉપક્રમે પરિવારે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું જેમાં કિર્તીદાન ગઢવીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે જેમ જેમ ડાયરો રંગ જમાવતો ગયો તેમ તેમ લોકો ડોલતા ગયા પરંતુ પરિસ્થિતિ ચર્ચામાં ત્યારે આવી જ્યારે આ ડાયરામાં કોઈે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનાનો વીડિયો ઘણો વાઇરલ થતા ઘટનાની ઘણી ચર્ચા થઈ રહી છે. પ્રસંગમાં હાજર રહેલા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કિર્તીદાને એક પ્રખ્યાત ભજન ગાયું હતું વાગે ભડાકા ભારે....આ સાંભળીને સંગીત સંધ્યામાં બેસેલા લોકો તાનમાં આવી ગયા હતા.

 kirtidan

ખાસ તો પુરૂષો. આ ભજન સાંભળીને કેટલાક પુરૂષો બંદૂક લઈ આવ્યા હતા. ક્ષત્રિય લોકો હોવાથી તેમના ઘરમાં તો બંદૂક મળી જ આવતી હોય છે. જોકે આ બનાવને નજરે જોનારાએ જણાવ્યું હતું કે જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તે ઘટના 10થી 1 દિવસ પહેલાની છે પરંતુ વીડિયો હવે વાઇરલ થયો છે વીડિયોમાં તથા ફોટામાં જે બંદૂક જોવા મળી રહી છે તે 12 બોરની છે અને સ્ટેજ પર ફાયરિંગ થઈ રહ્યુંછે ત્યારે ત્યાં ઘણી પબ્લિક પણ છે જો આ ભડાકા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બની તે સદભાગ્ય છે.

હવે આ કિસ્સામાં ગત રોજથી વાઇરલ થયેલા વીડિયોને કારણે પોલીસ હરકતમાં આવી છે અને કીર્તિદાનના ડાયરામાં આડેધડ થયેલા ફાયરિંગને પગલે જેમણે પ્રસંગ રાખ્યો હતો તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જે ફાયરિંગનો એક વીડિયો સામે આવ્યો હતો. અને લગ્ન પ્રસંગે યોજાયેલા આ ડાયરામાં અનેક રાઉન્ડ્સ ફાયરિંગ થયા હતા તે બાબતને આધાર બનાવીને પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જૂનાગઢમાં બી ડિવીઝન પોલીસમાં આ ગુનો દઆખલ કરવામાં આવ્યો છે. તેમજ જેમણે પ્રસંગ આયોજિત કર્યો તે વ્યક્તિ સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં વારંવાર આ પ્રમાણેના ડાયરા થતા હોય છે જેમાં નોટો પણ ઉડતી હોય છે અને ફુલેકા કે વરઘોડામાં હવામાં ફાયરિંગ પણ થતા હોય છે થોડા મહિના અગાઉ એક ઘટનામાં ફુલેકામાં કાકાએ હવામાં ફાયરિંગ કર્યુ હતું પણ તે ગોળી ભત્રીજાને વાગતા ભત્રીજાનું મોત થયું હતું.

English summary
Firing in Kirtidan Gadhvi program. Police complaint lodged. Read more over here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X