
ભારતના પ્રથમ સરકારી ડિસેલિનેશન પ્લાન્ટનુ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદઘાટન
સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ભરૂચના દહેજ ખાતે માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે ભારતના પ્રથમ સરકારી ડિસેલિનેશન પ્લાન્ટનુ ઉદઘાટન કર્યુ હતુ જેની ક્ષમતા 100 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ)હતી. જે રૂ. 881 કરોડના ખર્ચે સ્થાપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એક સભાને સંબોધતા સીએમે જણાવ્યુ હતુ કે ગુજરાત 'ગ્રોથ એન્જીન' બની ગયુ છે. અમે પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે અનુકરણીય કાર્ય કર્યુ છે. રાજ્ય માટે ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ્સ શરૂ કર્યા છે અને ત્યારથી ગુજરાતના ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો છે. આપણે ઉદ્યોગોમાં પાણીની તંગીનો સામનો કર્યો અને અમે તેના પર કામ કર્યુ.'
દહેજમાં ઉદ્યોગો માટે પાણીની દૈનિક જરૂરિયાત આશરે 200 MLD છે. જે હાલમાં નર્મદા નદીમાંથી મેળવવામાં આવે છે. ઉદ્યોગોને હવે તેમના ઉપયોગ માટે શુધ્ધ સમુદ્રનું પાણી મળશે. સીએમએ જણાવ્યુ હતુ કે, 'પાણી તમામ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સાણંદ ખાતે જાપાનીઝ ઔદ્યોગિક ટાઉનશિપ, ભરૂચ ખાતે બલ્ક ડ્રગ પાર્ક, ભાવનગર ખાતે પ્લાસ્ટિક પાર્ક, અમદાવાદમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ટ અને રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ પાર્ક સાથે ગુજરાતમાં વિશાળ વિકાસ જોવા મળી રહ્યો છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ 30 નવેમ્બર, 2019ના રોજ દહેજ ખાતે ઉદ્યોગોમાં પાણીની માંગમાં વધારો થવાને કારણે પ્લાન્ટનો પાયો નાખ્યો હતો. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) એ પ્લાન્ટ માટે દહેજમાં લગભગ 25 એકર જમીન ફાળવી છે, જે વધારાના રિવર્સ ઓસ્મોસિસ દ્વારા દરિયાના પાણીને ટ્રીટ કરશે. ઔદ્યોગિક ઉપયોગ માટેનો આ પહેલો સરકારી ડિસેલિનેશન પ્લાન્ટ હોવાની પુષ્ટિ કરતાં GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ. તેનરાસને જણાવ્યુ હતુ કે, 'આ પ્લાન્ટ દ્વારા દહેજ ખાતેના ઉદ્યોગોને દરરોજ 100 MLD પાણી પહોંચાડવામાં આવશે. હાલમાં ઉદ્યોગો નર્મદા નદીમાંથી લગભગ 200 MLD પાણીનો ઉપયોગ કરે છે. 1,000 લિટર ટ્રીટેડ પાણીની કિંમત 26 રૂપિયા હશે.