• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોરબંદર પાસે ગમખ્વાર અકસ્માતઃ ચારના મોત

|

પોરબંદર, 3 નવેંબરઃ પોરબંદરથી વેરાવળ જતા માર્ગમાં એક કાર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહિત ચાર લોકો કારમાં સવાર હતા તે દરમિયાન તેમની કારનો એક ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કવાયદ હાથ ધરી હતી.

પોલીસે ખાનગી બસના ડ્રાઇવરની ધરપકડ કરી અકસ્માત કેવી રીતે થયો તે અંગે જાણવા પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષનું મોત નીપજતાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

English summary
four people died in accident between car and bus on porbandar verval road near porbandar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X