For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સુરતની કપડાં માર્કેટની 5000 દુકાનો કેમ બંધ છે

સુરતનું કપડાં માર્કેટ આખી દુનિયામાં ફેમસ છે. પરંતુ હાલમાં જ થયેલી એક ઘટના પછી અહીં રાધાકૃષ્ણ ટેક્સટાઇલ્સ માર્કેટ સુમસામ પડ્યું છે.

|
Google Oneindia Gujarati News

સુરતનું કપડાં માર્કેટ આખી દુનિયામાં ફેમસ છે. પરંતુ હાલમાં જ થયેલી એક ઘટના પછી અહીં રાધાકૃષ્ણ ટેક્સટાઇલ્સ માર્કેટ સુમસામ પડ્યું છે. વેપારીઓ ઘ્વારા લગભગ 5000 જેટલી દુકાનો બંધ કરી દેવામાં આવી છે. ઘણા પ્રયાસો છતાં પણ બેગમવાડી માર્કેટ હજુ સુધી નથી ખુલ્યું.

આ કારણથી દુકાનો બંધ છે

આ કારણથી દુકાનો બંધ છે

મળતી જાણકારી અનુસાર આ માર્કેટ બંધ રહેવાનું કારણ અહીં થતી ચોરીની ઘટના છે. વેપારીઓ માટે સૌથી વધારે સમસ્યા ત્યારે આવી જયારે આ ઘટનામાં મોટા મોટા વેપારીઓ શામિલ હોવાની વાતો ઉડવા લાગી. તેને કારણે હવે પોલીસ પર નિષ્પક્ષ જાંચ કરવાનો દબાવ બની રહ્યો છે. વેપારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પોલીસ ગુનેગારો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આખું કપડાં માર્કેટ બંધ રહેશે.

સીસીટીવી ફૂટેજ ઘ્વારા આ ઘટનાઓ સામે આવી

સીસીટીવી ફૂટેજ ઘ્વારા આ ઘટનાઓ સામે આવી

રાધાકૃષ્ણ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ચોરી પછી વેપારીઓ એ માર્કેટ મેનેજમેન્ટને જણાવ્યું હતું પરંતુ કોઈ પણ કાર્યવાહી નહીં થઇ. દુકાનોમાંથી જથ્થાબંધ કપડાં ચોરી થતા હતા અને માર્કેટની દુકાનોની નકલી ચાવી બનાવીને આ રેકેટ ચાલતું હતું. આ રેકેટમાં ફક્ત શ્રમિક વર્ગના લોકો જ નહીં પરંતુ માર્કેટના મોટા મોટા વેપારી અને મેનેજમેન્ટના લોકો પણ છે. સીસીટીવી ફૂટેજ ઘ્વારા જયારે આ હકીકત સામે આવી ત્યારે હડકંપ મચી ગયો.

હવે પોલીસ પાસે બધી આશા

હવે પોલીસ પાસે બધી આશા

ત્યારપછી વેપારીઓ ઘ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને તેમને નિર્ણય લીધો કે તેઓ પોતાની દુકાન નહીં ખોલે. માર્કેટમાં વેપારીઓનો આરોપ છે કે કપડાં ચોર ગેંગ કામ કરી રહી છે. હવે પોલીસ પાસે જ બધી આશા છે. જો આરોપીઓ પકડમાં આવી જાય તો માર્કેટની રોનક પાછી આવી શકે છે.

English summary
five thousandths shops closed in Surat Textile markets after theft incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X