ફ્લેશબેક 2020: જાણો, પંચમહાલ જિલ્લા માટે કેવું રહ્યું 2020નું વર્ષ?
ધીરે ધીરે ઘરમાં ટંગાયેલુ કેલેંડર જુનુ થતુ જઈ રહ્યુ છે અને આ વર્ષ અંત તરફ વધી રહ્યુ છે. 2020 દરેક કોઈ માટે કોરોના વર્ષ સાબિત થયુ. વર્ષ 2020ને અલવિદા કહેવાના થોડા દિવસો બાકી રહ્યાં છે. આ બાદ આપણે 2021ના વધામણા કરવા માટે તૈયાર છીયે. વર્ષ 2020 પંચમહાલ જિલ્લા માટે કેવું રહ્યું તે જાણીએ.
પંચમહાલ જીલ્લાના હાલોલમાં પાવાગહઢ પર્વત પર આવેલ મહાકાળી માતાના મંદીરે કોરોના મહામારીના કારણે પ્રથમ વખત નવરાત્રી બંધ રહી હતી જે પાવાગઢના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. કોરોનાના માહોલને કારણે ભક્તોના ઘસારાને જોતા સંક્રમણ ન વધે તે માટે મંદીર પ્રશાસન દ્વારા મંદીર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પાવાગઢ એ દેશની 52 શક્તિપીઠોમાંનુ એક છે. તેમજ નજીકમાં જ વિશ્વ હેરીટેજ સાઇટ ચાંપાનેર આવેલી છે. અહી દુનિયાભરનમાંથી લોકો આવે છે અને ખાસ કરીને નવરાત્રીમાં 10 લાખ લોકો માતાના મંદીરે શીશ નમાવે છે.
ચીનના વુહાનથી હાહકાર મચાવનાર કોરોના વાયરસની અસર ગુજરાત અને ગામડાઓ સુધી પહોંચી હતી. પરંતુ હાલોલના લીમડી ફળીયામાં રહેતા તુફીના 6 માસના પુત્રને કોરોના થયો હતો જેને વડોદરા હોસ્પિચલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના ત્યાના સ્ટાફ સાથે મસ્તી કરતા વીડિયો બહાર આવ્યો હતો. આ લીટલ કોરોના વોરીયર તરીકે જાણીતો થયો હતો.
પંચમહાલ જીલ્લાના પાવાગઢ પાસે દીપડા રેસ્ક્યુ સેન્ટર આવેલુ છે. અહી માનવભક્ષી દીપડાઓને રાખવામાં આવે છે. ગુજરાતના આ રેસક્યુ સેન્ટરમાંથી એક સાથે 17 દીપડાને જુનાગઢના શક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહી અન્ય જીલ્લામાંથી 3 દીપડા લાવવામાં આવ્યા હતા.
હાલોલમાં કોરોના વાયરસના કારણે ગુજરાતની બીજા નમ્બરની ગણાતી જીઆઇડીસી બંધ રહી જેના કારણે ઔદ્યોગીક ઉત્પાદનો ઠપ થયા હતા. વધુમાં તેના માલિકોને લાખો-કરોડોનું નુકશાન થયું હતુ. સૌથી મોટી પરિસ્થિતિ ત્યારે વિકટ બની જ્યારે અહી કામ કરતા પરપ્રાંતિય મજુરોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. તેમાથી કેટલાક પોતાના માદરે વતન પરત ફર્યા હતા. આ વર્ષમાં હાલોલમાં દીપડાની દહેશત ભારે ચર્ચામાં રહી હતી. દીપડાએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
વિશેષાધિકારનો ઉપયોગ કરી ડોનાલ્ડ ટ્રંપે પોતાના વેવાઇ અને દોસ્તને આપી માફી