નર્મદામાં પૂરની સ્થિતિ, ગુજરાતના 107 ગામોમાં હાઇએલર્ટ
ભરૂચ, 3 ઓગસ્ટ : મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગઇ કાલે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાંથી પસાર થતી નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં સાવચેતીના પગલા રૂપે નર્મદા કિનારે આવેલા 107 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 20 ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના 107 ગામોમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ગોરા પુલ પર પાણી ફરી વળતા 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભરુચના ગોલ્ડ બ્રીજ પાસે નર્મદાએ ભયજનક 24 ફૂટની સપાટી વટાવી છે. આથી ભરૂચ આસપાસના વિસ્તારોમાં લોકોને બહાર ન નીકળવા તેમજ કાંઠા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસવાની સૂચના અપાઈ છે. ઉપરાંત નર્મદા અને ભરૂચ જિલ્લાના અધિકારીઓની રજાઓ રદ કરાઈ તેમને તાકીદે પગલા લેવા જણાવાયું છે.

1
બીજી ઓગસ્ટે પાણીની આવક વધતા નર્મદા ડેમ 129.47 મીટની સપાટીએ ઓવર ફ્લો થયો હતો

2
ગુજરાતના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પૂરની સ્થિત ઉપસ્થિત થઇ છે

3
નર્મદામાં પાણીની ભારે આવકને કારણે 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે

4
નર્મદા નદી ગાંડીતૂર બનતા ગુજરાત સરકારે સાવચેતીના પગલા રૂપે 107 ગામોમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે

5
ભરૂચ અને તેની આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે

6
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડનબ્રિજ ઝૂપડપટ્ટી, દશાન બેટ અને અંકલેશ્વર તાલુકાના ખાલપીયા તેમજ સરફૂદ્દીન ગામને ખાલી કરાવી 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે

7
બીજી ઓગસ્ટે બપોરે 2 કલાકે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 26 ફૂટની સપાટી વટાવી હતી

8
નર્મદા અને ભરૂચ જિલ્લાના અધિકારીઓની રજાઓ રદ કરાઈ તેમને તાકીદે પગલા લેવા જણાવાયું છે

9
ગામના ઘરોમાં ઘૂસ્યું નર્મદાનું પાણી

10
અનેક મકાનોને પહોંચ્યું નુકસાન

11
કિનારા પર રહેતા લોકોને હાઇ એલર્ટ કરાયા

12
અનેકના મકાન નર્મદા નદીના પાણીમાં ડૂબ્યા

13
અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી

14
લોકો નજારો જોવા ઉમટ્યાં

15
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

16
અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાઇ

17
રોગચાળો ફેલાવાનો ભય
નર્મદા ડેમનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલા ઘોડાપૂરને કારણે 3 ડેમોમાંથી 2.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અત્યાર સુધીનાં ઈતિહાસમાં નર્મદા ડેમે શુક્રવારે બપોરે 1 કલાકે 129.20 મીટરની વિક્રમ સપાટીને વટવી દીધી છે. અત્યાર સુધીનાં ઈતિહાસમાં નર્મદા ડેમે ગત વર્ષ 7 સપ્ટેમ્બર, 2012 માં 129.20 મીટરની વિક્રમી સપાટી સર કરી નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
નર્મદા ડેમમાંથી ઓવરફલો થઇ 8 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોમાં પૂરનું સંકટ ઉભુ થયું છે. બપોરે 2 કલાકે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ 26 ફૂટની સપાટી વટાવી જતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડનબ્રિજ ઝૂપડપટ્ટી, દશાન બેટ અને અંકલેશ્વર તાલુકાના ખાલપીયા તેમજ સરફૂદ્દીન ગામને ખાલી કરાવી 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.