આ પાંચ ફેક્ટર્સને પગલે કેજરીવાલને ગુજરાતમાં જાદૂઈ લહેરની ઉમ્મીદ છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાવવા લાગ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના ચૂંટણી અભિયાનને ધાર આપવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં આ વખતે એવાં પાંચ ફેક્ટર્સ છે જેણે અરવિંદ કેજરીવાલની ઉમ્મીદ વધારી દીધી છે. આ કારણે જ કેજરીવાલનો આ એક મહિનામાં ગુજરાતનો ત્રીજો પ્રવાસ છે.
સ્થાનિક ચૂંટણીઓમાં AAPની જીત
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ આમ આદમી પાર્ટીની ઉમ્મીદો જાગી છે. દક્ષિણ ગુજરાતના સુરત નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 સીટ જીતવામાં સફળતા મેળવી હતી ્યારે કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. સુરતમાં ભાજપ 93 સીટ જીતી પોતાનો મેયર બનાવવામાં સફળ રહી પરંતુ પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જીતે તેમનો ઉત્સાહ વધાર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર સહિત કેટલાય શહેરોમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલવામાં સફળ રહી. આ ચૂંટણી પરિણામો બાદ સૌરાષ્ટ્રમાં તેમની ઉમ્મીદ વધી ગઈ છે. સૌરાષ્ટ્રનો પાટીદાર સમુદાય ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેણે ગત ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપ્યો હતો, એ વોટશેરમાં મેળવવાની પણ એરવિંદ કેજરીવાલની કોશિશ રહેશે.
BTP સાથે AAPનું ગઠબંધન
ગુજરાતમાં આદિવાસી સમુદાયના મતદાતા ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. 15 ટકા વાળા આદિવાસી સમુદાય માટે 27 સીટ રિઝર્વ છે, જ્યારે તેમની અસર તેનીથી ક્યાંય વધુ સીટ પર છે. આદિવાસી સમુદાયોનો વોટશેર મેળવવા માટે કેજરીવાલે ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે ગઠબંધન કર્યું છે. AAP અને બીટીપી ગઠબંધનથી કેજરીવાલની પાર્ટીને પોતાની ઉમ્મીદ જણાઈ રહી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં પોતાનો પગપેસારો કરવાનો મોકો મળી ગયો છે.
કોંગ્રેસમાં આંતરિક મતભેદો
ગુજરાત કોંગ્રેસના શીર્ષ નેતાઓ વચ્ચે આંતરિક ઝઘડાઓ છૂપા નથી રહ્યા. કોંગ્રેસના તમામ નેતા પાર્ટીને બદલે પોતપોતાની હેસિયત મજબૂત કરવામાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ભાગલાઓમાં વહેંચાઈ ગઈ છે, જેમાં શક્તિ સિંહ ગ્રુપ, ભરત સોલંકી ગ્રુપ, જગદીશ ઠાકોર ગ્રુપ અને હાર્દિક પટેલ ગ્રુપ બની ગયાં છે. ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સતત પ્રદેશ નેતૃત્વ સામે મોર્ચો ખોલી રાખ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની ગુટબાજીથી આમ આદમી પાર્ટીને ઉમ્મીદ જણાઈ રહી છે, જેને પગલે પાછલા દિવસોમાં કોંગ્રેસના કેટલાય પૂર્વ ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. જેનાથી કેજરીવાલને ઉમ્મીદ વધી છે.
એન્ટી ઈંકમ્બેન્સી ફેક્ટર
ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ સતત છઠ્ઠી વખત સરકારમાં આવવા માટે તાકાત લગાવી રહી હશે, પરંતુ તેની સામે એન્ટી ઈંકમ્બન્સીનો પણ પડકાર છે. ભાજપ માટે અહીં સત્તા વિરોધી લહેરની ચિંતા એટલા માટે વધુ થઈ શકે છે કેમ કે પાછલી ચૂંટણીમાં તેની સીટ 100ની નીચે ચાલી આવી હતી. જો કે ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રીની સાથોસાથ આખા કેબિનેટને બદલી સત્તા વિરોધી લહેર ખતમ કરવાનો દાવ ખેલ્યો, પરંતુ કેજરીવાલ 27 વર્ષની એન્ટી ઈંકમ્બેન્સીનો ફાયદો ઉઠવવા માંગે છે. આ કારણે જ કેજરીવાલ સતત ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે.
પંજાબમાં જીતથી ઉત્સાહ વધ્યો
આમ આદમી પાર્ટીને હાલમાં જ પંજાબમાં જબરદસ્ત જીત મળી છે અને ગોવામાં પાર્ટીનું ખાતું ખુલ્યું છે. દિલ્હી બાદ પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે, જેનાથી તેમના હોસલા બુલંદ થઈ ગયા છે. એવામાં પંજાબમાં મળેલી જીત બાદ અરવિંદ કેજરીવાલે ભગવંત માન સાથે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી શકાય. કેજરીવાલને ગુજરાતમાં સત્તાની ઉમ્મીદ દેખાવા લાગી છે, જેને પગલે તેઓ એક પછી એક ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને ઘષોણાઓનું એલાન કરવું પણ શરૂ કરી દીધું છે.