For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતીઓએ માણ્યો પંજાબી અને ગુજરાતી ફયૂઝન ફૂડનો સ્વાદ

ગુજરાતીઓમાં પંજાબી ફૂડ ઘણું લોકપ્રિય છે ત્યારે અમદાવાદ શહેરની એક હોટેલ ખાતે પીન્ડ કા તડકા નામે પંજાબી અને ગુજરાતી ફ્યૂઝન ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેની શહેરીજનોએ ખૂબ મજા માણી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતી લોકો તેમની સ્વાદ રસિકતા માટે ઘણા જાણીતા છે અને તેમાંય જોટ્ટાકેદાર ફ્યૂઝન ફૂડ મળી જાય તો તેનો ચટાકો માણવાનું ગુજરાતીઓ ચૂકતા નથી. ગુજરાતીઓમાં પંજાબી ફૂડ ઘણું લોકપ્રિય છે ત્યારે અમદાવાદ શહેરની એક હોટેલ ખાતે પીન્ડ કા તડકા નામે પંજાબી અને ગુજરાતી ફ્યૂઝન ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેની શહેરીજનોએ ખૂબ મજા માણી હતી. પંજાબી અને ગુજરાતી ફૂડનું ફ્યૂઝન કરનારા મુંબઇન શેફ હતા ગગનદીપ ભગત. જેઓ પહેલા અમદાવાદમાં રહી ચૂક્યા છે અને તેમણે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો હોવાથી તેઓ ગુજરાતીઓની ખાણીપીણીની આદતો સુપેર જાણતા હતા અન તેથી જ તેઓ સફળ ફ્યૂઝન ફૂડ બનાવી શક્યા.

food fest

શેફ ગગનદીપે જણાવ્યું હતું કે , મેં પંજાબી વાનગીના સ્વાદને ગુજરાતી ફૂડ સાથે મિક્સ કરી કરીને ફ્યૂઝન ડિશીસ તૈયાર કરી છે. જેમાં અમદાવાદની ગરમીની સિઝનમાં સિટીઝન્સને ટાઢક આપે તે માટે શુગરકેન જ્યૂસ સાથે પંજાબી લસ્સીનું ફ્યૂઝન લોકોને ખૂબ જ પસંદ આવી હતી. તો ગળ્યું ખાવાના શોખીન ગુજરાતીઓ માટે ખાંડને બદલે ગોળમાંથી બનાવેલી હેલ્ધી ખીર પણ વિશેષ પ્રંશસા પાત્ર બની હતી. પંજાબીની વાત હોય અને પરોઠા ન હોય તેવું તો કેવી રીતે બને આથી આ ફૂડ ફેસ્ટિવલમાં લોકોએ પનીર, ચણાદાળ, આલુ, અને મિકસ વેજ પરાઠાની પણ ઘણી મજા માણી હતી.

તો ડાયટ કોન્સિયસ લોકો માટે સાવન જીવા તેલમાં બનાવેલા ઓઈલમાં બ્રોકોલી અને પનીર સ્ટાર્સનો સ્વાદ પણ લોકોને ખૂબ ગમ્યો હતો. પંજાબી ફૂડની સાથે સાથે પંજાબી એમ્બિયન્સ પણ હોટેલમાં આવતા લોકોને ઘણું ગમ્યું હતું સાથે સાથે ગુજરાતમાં વસતી જૈન કમ્યુનિટી માટે ડુંગળી લસણ વિનાનું પનીર મટર મેથી મલાઈની સબ્જી સ્વાદ રસિકોએ વખાણી હતી. હોટેલમાં ડીનર અને લંચ માટે આવતા લોકોએ જણાવ્યું હતું કે પંજાબી વાનગીમાં ઘી વધારે હોય છે પરંતુ અહી શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ હતી

English summary
Effervescence of a Punjabi platter permeates the city’s culinary choices at the “Pind da Tadka” food fest at Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X