Pics: વઢવાણા સરોવરમાં વિદેશી પંખીઓ પધરાણા
શિયાળાની ઋતુ આવતા જ ગુજરાતની ધરતી પર વિદેશી પક્ષીઓનુ આગમન થઇ જાય છે. કુદરતી સોંદર્યથી ભરપૂર ગુજરાતના અનેક તળાવોમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જોવા મળે છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પણ આવું જ એક વિદેશી પક્ષીઓને આકર્ષતું તળાવ આવેલું છે જ્યાં દર શિયાળે પક્ષીઓ વિહરતાં જોવા મળે છે. વઢવાણા ગામ પાસે સદીઓ પહેલા ગાયકવાડ પરિવાર દ્વારા ખેડુતોના લાભાર્થે એક તળાવ અને સરોવર બનાવડાવ્યું હતું. જે આજે પક્ષીધામ તરીકે જાણીતું બન્યું છે.
હાલ આ તળાવનું સંચાલન વડોદરા સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તળાવને પક્ષીધામ તરીકે વિક્સાવવામાં આવી રહ્યું છે. અહીં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો, ઝાડીઓ અને વૃક્ષો વધુ પ્રમાણમાં હોવાના કારણે અહીં શિયાળાનો પ્રારંભ થતાં જ વિદેશી પક્ષીઓના દર્શન થવા લાગે છે.
અહીં આવતા પક્ષીઓમાં કાબરી કારસીયા, ગાંજહંસ, રાજહંસ, પિયાસણ, ગથણો, લુહાર, ભગવી સુરખાણ, ચૈતવા, પેન્સે સ્ટોર્ડ, સારસ, મત્સવ ભોજ, બ્વીકો વિગેરે છે. જે યુરોપ, રશીયા, સાઇલીરિયા, ચીન સહિતના દેશોમાંથી હજારો કિલોમિટરનું અંતર કાપીને ગુજરાતની ગોદમાં સમાયેલા આ તળાવમાં આવે છે. પક્ષીઓના આગમનની સાથો-સાથ તેમને નિહાળવા અને તેમની ફોટોગ્રાફી કરવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ત્યાં આવી રહ્યાં છે.
પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે આ સ્થળ
વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલું આ તળાવ તેની આસપાસ રહેલી કુદરતે બક્ષેલી સુંદરતાના કારણે એક પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. જ્યારથી તેને ગુજરાત સરકારના વડોદરા સિંચાઇ વિભાગ દ્વારા હસ્તક લેવામાં આવ્યું છે ત્યારથી તેનો વિકાસ એક ફરવાના સ્થળ તરીકે પણ થઇ રહ્યો છે. આમ ખેડુતો અને પક્ષીઓના ઉપયોગ માટે બનાવાયેલું આ તળાવ પોતાની સુંદરતાના કારણે વૈશ્વિક ફલક પર એક પર્યટન સ્થળ તરીકે વિકસી પોતાની એક અલગ ઓળખ બનાવવા જઇ રહ્યું છે. તસવીરો- હસન ખત્રી

વિદેશી પક્ષીઓનુ આગમન
શિયાળાની ઋતુ આવતા જ ગુજરાતની ધરતી પર વિદેશી પક્ષીઓનુ આગમન થઇ જાય છે. કુદરતી સોંદર્યથી ભરપૂર ગુજરાતના અનેક તળાવોમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જોવા મળે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પણ આવું જ એક વિદેશી પક્ષીઓને આકર્ષતું તળાવ આવેલું છે જ્યાં દર શિયાળે પક્ષીઓ વિહરતાં જોવા મળે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
વઢવાણા ગામ પાસે સદીઓ પહેલા ગાયકવાડ પરિવાર દ્વારા ખેડુતોના લાભાર્થે એક તળાવ અને સરોવર બનાવડાવ્યું હતું. જે આજે પક્ષીધામ તરીકે જાણીતું બન્યું છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
યુરોપ, રશીયા, સાઇલીરિયા, ચીન સહિતના દેશોમાંથી હજારો કિલોમિટરનું અંતર કાપીને ગુજરાતની ગોદમાં સમાયેલા આ તળાવમાં આવે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
શિયાળાની ઋતુ આવતા જ ગુજરાતની ધરતી પર વિદેશી પક્ષીઓનુ આગમન થઇ જાય છે. કુદરતી સોંદર્યથી ભરપૂર ગુજરાતના અનેક તળાવોમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જોવા મળે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
અહીં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો, ઝાડીઓ અને વૃક્ષો વધુ પ્રમાણમાં હોવાના કારણે અહીં શિયાળાનો પ્રારંભ થતાં જ વિદેશી પક્ષીઓના દર્શન થવા લાગે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પણ આવું જ એક વિદેશી પક્ષીઓને આકર્ષતું તળાવ આવેલું છે જ્યાં દર શિયાળે પક્ષીઓ વિહરતાં જોવા મળે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પણ આવું જ એક વિદેશી પક્ષીઓને આકર્ષતું તળાવ આવેલું છે જ્યાં દર શિયાળે પક્ષીઓ વિહરતાં જોવા મળે છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
પક્ષીઓના આગમનની સાથો-સાથ તેમને નિહાળવા અને તેમની ફોટોગ્રાફી કરવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ત્યાં આવી રહ્યાં છે.

વિદેશી પક્ષીઓનુ આગમન
પક્ષીઓના આગમનની સાથો-સાથ તેમને નિહાળવા અને તેમની ફોટોગ્રાફી કરવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ત્યાં આવી રહ્યાં છે.