For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દહેગામ મત વિસ્તાર સાચા અર્થમાં કોંગ્રેસ મુકત થયો છે.:પ્રદિપસિંહ વાઘેલા

આજે દેહગામના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ સાથે છેડો ફાડી મોટી સંખ્યામાં સંમર્થકો સાથે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અને પ્રદેશ મહામંત્રીઓ રજની

|
Google Oneindia Gujarati News

આજે દેહગામના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ સાથે છેડો ફાડી મોટી સંખ્યામાં સંમર્થકો સાથે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં અને પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ અને પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

AMIT SHAH

આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નેતૃત્વમાં પૂર્વ લોકસભાના ઉમેદવાર તેમજ કોંગ્રેસના આગેવાન એ.જે.પટેલ, નટુભાઇ ઠાકોર, કાનજીભાઇ ચૌધરી સહિત મહેસાણાના આગેવાનો પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને રજનીભાઇ પટેલના વરદ હસ્તે ખેસ અનો ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે કોંગ્રેસના મહિલા આગેવાન અને દહેગામના પુર્વ ધારાસભ્ય કામનીબા રાઠોડ ભાજપમાં જોડાયા છે તેમનું ભાજપના કાર્યકર્તાઓ વતી હ્રદયથી સ્વાગત કરુ છું કામીનીબા રાઠોડ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે જેમાં દેહગામ તાલુકાના જુદા-જુદા ગામના સરપંચ અને પુર્વ સરપંચઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તે દરેક કાર્યકર્તાઓનું પણ હ્રદયથી સ્વાગત છે. પ્રદિપસિંહ વાઘેલાજીએ દેશના વડાપ્રધાન કેવા છે તે અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન જનતાની અપેક્ષા પુરી કરે, મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થા, યુવાઓ માટે રોજગારી પુરી પાડવી, છેવાડાના ગામ સુઘી રસ્તાઓની વ્યવસ્થા, રાંઘણ ગેસની વ્યવસ્થા પુરી કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરે છે. આજે ભારત વિશ્વસમક્ષ નવા ભારત અને આત્નનિર્ભર ભારતની છબી પ્રસ્થાપિત કરી રહ્યુ છે.

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ ભાજપમાં જોડાયા પછી જણાવ્યું કે, આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી હું મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ છું અને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ અમને પાર્ટીમાં આવકાર્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં સાચા વ્યક્તિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હતો અને મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો. ભાજપની એકતા, કાર્યકરોનું મહત્વ અને રાષ્ટ્રવાદની રાજનીતીથી પ્રેરાઇ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાઇ છું. કોંગ્રેસના પ્રમુખ દહેગામનું રાજકારણ જો પાંચ પાડવાનો ઇશારે કરવા માંગતા હોય તો મારો દહેગામનો એક પણ કાર્યકર આ ન ચલાવી લે. દહેગામમાં ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ નો ભવ્ય વિજય થશે તે નિશ્ચિત છે.

English summary
Former Congress MLA from Dehgam joined BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X