For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના પૂર્વ અધ્યક્ષ જયંતી ભાનુશાળી પર રેપ, અપહરણનો કેસ ફાઈલ

21 વર્ષની યુવતી પર બળાત્કાર કરવા અને તેનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાના આરોપનો સામનો કરી રહેલ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી અને તેમના બે સહયોગીઓ સામે પોલિસે એફઆઈઆર ફાઈલ કરી છે.

|
Google Oneindia Gujarati News

21 વર્ષની યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને બોલાવીને બળાત્કાર કરવા અને તેનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાના આરોપનો સામનો કરી રહેલ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી અને તેમના બે સહયોગીઓ સામે પોલિસે એફઆઈઆર ફાઈલ કરી છે. ભાનુશાળી અને તેમના સહયોગીઓ પર બળાત્કાર, અપહરણ, આર્મ્સ એક્ટ, ધમકી અને આઈટી એક્ટ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. પીડિતાએ શુક્રવારે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી 164 માં પોતાનું નિવેદન પણ નોંધાવ્યુ હતુ. બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ગયા સપ્તાહે ભાનુશાળીએ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજુનામુ આપી દીધુ હતુ.

નિવેદનો જજ સામે નોંધાવ્યા

નિવેદનો જજ સામે નોંધાવ્યા

ડેપ્યુટી કમિશ્નર લીના પાટિલે જણાવ્યુ કે પીડિતાનું નિવેદન નોંધ્યા બાદ તેમણે તપાસ ચાલુ કરી દીધી છે. તેમણે જણાવ્યુ કે પોલિસને તે પેન ડ્રાઈવ પણ મળી ગઈ છે જેમાં કથિત રીતે યુવતીનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. પેન ડ્રાઈવને તપાસ માટે એફએસએલને મોકલવામાં આવી છે. યુવતીના માતાપિતાએ પણ પોતાના નિવેદનો જજ સામે નોંધાવ્યા છે. 21 વર્ષની યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે એક વર્ષ પહેલા જયંતી ભાનુશાળીએ તેને એક મોટી ફેશન ડિઝાઈન કોલેજમાં એડમિશન અપાવવાની વાત કહીને અમદાવાદ બોલાવી. અહીં તેની સાથે બળાત્કાર કર્યો અને ભાનુશાળીના એક સહયોગીએ આનો વીડિયો બનાવી લીધો.

જાનથી મારવાની ધમકી

જાનથી મારવાની ધમકી

પીડિતાએ જણાવ્યુ કે કોલેજ જવાની વાત કહી જયંતી ભાનુશાળી, તેનો ડ્રાઈવર અને એક અન્ય તેને ગાડીમાં બેસાડી લઈ ગયા અને સુમસામ જગ્યા પર ગાડી રોકી ભાનુશાળીએ ચાકુ અને પિસ્તોલના બળે તેને ડરાવીને તેની પર બળાત્કાર કર્યો. તેણે કહ્યુ કે ત્યારબાદ તેનો વીડિયો બતાવીને તેને બદનામ કરવાની વાત કરીને તેની પર ઘણી વાર બળાત્કાર કરવામાં આવ્યો. તેણે આની ફરિયાદ કરવાની કોશિશ કરી તો તેને ધમકાવવામાં આવતી અને જાનથી મારવાની ધમકી પણ આપી. પીડિતાએ જણાવ્યુ કે ભાનુશાળીએ બળાત્કારનો વીડિયો હોવાની વાત કહીને અલગ અલગ સ્થળોએ બોલાવીને મારી પર બળાત્કાર કર્યો.

પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા

પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા

53 વર્ષીય નેતાએ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલેલા પોતાના રાજીનામામાં ભાનુશાળીએ કહ્યુ છે કે આ તેમની છબીને ખરાબ કરવાનું ષડયંત્ર છે અને તેમના પર લાગેલા આરોપ નિરાધાર છે. જયંતી ભાનુશાળી 2012-2017 સુધી કચ્છની અબડાસા સીટ પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

English summary
Former Gujarat BJP vice president Jayanti Bhanushali booked for rape abduction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X