For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election: પૂર્વ મંત્રી અને પૂર્વ MLA કિરિટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ

પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય તેમજ પક્ષના દિગ્ગજ નેતા કિરિટ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશમાં કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય તેમજ પક્ષના દિગ્ગજ નેતા કિરિટ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીને લઈને તેઓ નારાજ હતા જેના કારણે તેમણે રાજીનામુ આપી દીધુ. તેમને વિશ્વાસમાં લીધા વિના જિલ્લા પંચાયતની ટિકિટ અપાતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો.

congress

આ રાજીનામા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને તેમણે મેસેજથી જાણ કરી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતીકાલે રૂબરમાં રાજીનામુ આપશે. વળી, તેઓ કાર્યાલય ખાતે અમિત ચાવડા સાથે પણ મુલાકાત કરશે. કિરિટ પટેલે જણાવ્યુ હતુ કે બે દાયકાથી વધુ સમય સુધી તેમણે પક્ષ માટે કામ કર્યુ તેમછતાં પોતાના જ ટેકેદારોને ટિકિટ ફાળવણીમાં અન્યાય થતા તેમણે પક્ષમાંથી રાજીનામુ આપ્યુ હતુ. વળી, તેમણે કોંગ્રેસમાં ટિકિટો વહેંચાતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખીય છે કે કોંગ્રેસના ટેકાવાળી શંકરસિંહ વાઘેલાની સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે. પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં યોગ્ય પ્રતિભાવ ન મળતા કિરિટ પટેલ નારાજ હતા. તેઓ વર્ષ 1995માં ભાજપમાંથી ચૂંટાયા હતા. વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર હતા અને તે સમયે લાલકૃષ્ણ અડવાણી સામે હાર માનવી પડી હતી.

દિલ્લી, પંજાબ, જમ્મુ સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના ઝટકાદિલ્લી, પંજાબ, જમ્મુ સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના ઝટકા

English summary
Former minister and former MLA Kirit Patel resigns from Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X